ઈમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન બને તેવા કુંડળીમાં યોગ
એક જાણીતા જૈન જયોતિષાચાર્ય- એસ્ટ્રોલોજરના જણાવ્યા મુજબ ૫ ઓકટોબર ૧૯૫૨ના સવારે ૧૧:૫૦ કલાકે લાહોરમાં જન્મેલા ઈમરાન ખાનની કુંડલીમાં ધનુ લગ્ન અને મેષ રાશીમાં છે. ઈમરાન ખાનની કુંડલીમાં લગ્નમાં બેઠેલો મંગળ પંચમેશ થઈને લગ્નેશ, ગુરૂ સાથે સ્થાન પરિવર્તન કરી એક મોટો રાજયોગનું સર્જન કરે છે. મંગળની મહાદશામાં તે પોતાની ટીમને વર્લ્ડકપ જીતાડવામાં સફળ થયો હતો. હવે ગુરૂની મહાદશામાં તેના પાકિસ્તાનના વઝીરે આઝમ બનાવવાનાં ચાન્સ દેખાઈ રહ્યા છે. ગુરૂ પંચમ ભાવમાં ચંદ્રમાની સાથે સુંદર ગજકેસરી યોગ બની રહ્યો છે. અંતદશા નાથ શનિ રાજ- સત્તાના દશમા ભાવમાં સૂર્ય અને બુધની સાથે રાજયોગમાં સામેલ છે. ગુરૂમા શનિની અંતર્દશામાં ચાલી રહેલા ઈમરાન ખાન ગઠબંધન સરકારના મુખિયા બનીને સત્તા ઉપર આવી શકે છે.