મુખ્ય સમાચાર
News of Monday, 23rd July 2018

દેશમાં મહિલાઓ અસુરક્ષિત : બીજેપી ગાય બચાવવામાં વ્યસ્ત : ઉધ્ધવ ઠાકરે

શિવસેના ભારતના લોકોની મિત્ર છે : કોઇ એક પાર્ટીની મિત્ર નથી

મુંબઇ તા. ૨૩ : ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે તિરાડ વધતી જાય છે. અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન શિવસેનાએ પહેલી વખત વ્હિપ  રજૂ કરીને સરકારના સમર્થનમાં મોટ આપવા માટે કહ્યું. થોડા જ કલાકો પછી શિવસેના પોતાના નિર્ણયથી ફરી ગઈ હતી.  અવિશ્વાસ પ્રસ્તાવ વાળા દિવસે શિવસેનાએ કહ્યું કે, તેઓ કાર્યવાહીમાં હાજર નહીં રહે. જયારે રવિવારે જ બીજેપીના અધ્યક્ષ અમિત શાહે કાર્યકર્તાઓ સુધી સંદેશો પહોંચાડી દીધો હતો કે હવે આગામી ચૂંટણીમાં પોતાના દમ પર જ ચૂંટણી લડવાની તૈયારી કરે. આવી સ્થિતિ વચ્ચે શિવસેના અધ્યક્ષ ઉદ્ઘવ ઠાકરેએ 'સામના'ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, શિવસેના સરકાર ઉપર અંકુશ રાખવાનું કામ કરી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શિવસેના ભારતના લોકોની મિત્ર છે. કોઇ એક પાર્ટીની મિત્ર નથી. જયારે જયારે જો મનેકોઇ વાત પસંદ ન આવે તો હું એ મુદ્દા ઉપર બોલું છું. ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે, બોલવાનું જ પરિણામ છે કે, ગત ચાર વર્ષોમાં શિવસેનાની જે ભૂમિકા રહી છે તે આગળ પણ ચાલું રહેશે. દેશ અને જનતાના હિત માટે જ અમે સરકારની કોઇપમ ભૂમિકા અને નીતિનો વિધોર કર્યો છે. જે પણ કર્યું છે એ ખુલ્લેઆમ જ કર્યું છે.

સામનામાં સંયજ રાઉતને આપેલા ઇન્ટરવ્યૂમાં ઠાકરેએ કહ્યું કે, શિવસેના સરકાર ઉપર અંકુશ રાખવાનું કામ કરી રહી છે. સારા કામ નથી થયા એવું નથી પરંતુ કેટલીક વાતો જનતાના હિતની નથી. ત્યાં અમે સત્તામાં હોવા છતાં પણ વિરોધ કરીશું.

ઠાકરેએ અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર કહ્યું કે, સરકારને મતદાન કરવું હોત તો આટલા દિવસો સુધી અમે સરકાર વિરૂદ્વ બોલ્યા ન હતો. આજે જે લોકો ભેગા મળીને બોલે છે.  શિવસેનાએ પહેલાથી જ ભૂમિકા રાખી હતી. એ સમયે તેમની સામે બોલવાની હિમ્મત કોઇની પાસે નથી માત્ર શિવસેના પાસે જ હિંમત હતી.

ઠાકરેએ વધુંમાં કહ્યું કે, હું છેલ્લા ત્રણ-ચાર વર્ષોમાં દેશમાં ચાલતા હિન્દુત્વને સ્વીકાર નથી કરતો. આ હિન્દુત્વનો અમારો વિચાર નથી. અમારી મહિલાઓ આજે અસુરક્ષિત છે. તમે ગાયોની રક્ષા કરી રહ્યા છો. ઠાકરેએ કહ્યું કે, વાહવાહ કરનારા લોકોને મિત્ર માનતો નથી. સરકારમાં ભાગીદારી હોવા છતા પણ જનતા માટે જો કંઇ ખોટા પગલા ભરવામાં આવશે તો સંપૂર્ણ તાકાત સાથે તેમને જણાવવું એ મારી ફરજ સમજું છું અને એ કરીશ.(૨૧.૨૮)

(3:40 pm IST)