મુખ્ય સમાચાર
News of Monday, 23rd July 2018

ગુજરાતની 8 સહીત દેશની 24 કંપનીઓને આવકવેરા વિભાગ દ્વારા નાદાર જાહેર

અમદાવાદની છ કંપની તેમજ વલસાડ અને વડોદરાની એક એક કંપનીનો સમાવેશ

નવી દિલ્હી ;ગુજરાતની 8 સહીત દેશની 24 કંપનીઓને આવકવેરા વિભાગે ડિફોલ્ટર એટલે કે નાદાર જાહેર કરી છે. ગુજરાતની 8 કંપનીઓમા વલસાડની J. N. સ્ટીલ 8.05 કરોડ સાથે ડિફોલ્ટર થઇ છે વડોદરાની રિદ્ધિ ઈન્વે. એન્ડ પ્રો. પ્રા.લિ 10.32 કરોડની ડિમાન્ડ સાથે ડિફોલ્ટર જાહેર કરી છે.

આ યાદીમાં અમદાવાદની છ કંપનીઓનો સમાવેશ થાય છે જેમાં ત્રિપેક્સ ઓવર્સીસ લિ. રૂ.22.64 કરોડ સાથે ડિફોલ્ટર, શ્રીરામ ટ્યુબસ પ્રા.લિ.27.38 કરોડ સાથે ડિફોલ્ટર, SYP એગ્રો ફૂડસ પ્રા.લિ.11.22 કરોડ સાથે ડિફોલ્ટર, સનસ્ટાર સોફટવેર સિસ્ટમ લિ.11.92 કરોડ સાથે ડિફોલ્ટર, સૌમ્ય જવેલર્સ પ્રા.લિ.29.90 કરોડની ડિમાન્ડ સાથે ડિફોલ્ટર અને શુકન કન્ટ્રક્શન 32.71 કરોડની ડિમાન્ડ સાથે ડિફોલ્ટર જાહેર કરવામાં આવી છે.

(1:34 pm IST)