કેનેડાના ટોરેન્ટોમાં અંધાધૂંધ ફાયરિંગ ;એક બાળકી સહિત નવ લોકો ઘાયલ :હુમલાખોરને ઠાર કરાયો
ગ્રીકટાઉન વિસ્તારની એક રેસ્ટોરન્ટ બહાર અંધાધૂંધ ગોળીબાર
કેનેડાના ટોરોન્ટોમાં એક રેસ્ટોરન્ટ બહાર એક શખ્શે અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું આ ગોળીબારમાં 9 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ટોરોન્ટો પોલીસના જણાવ્યા મુજબ, ગોળીબાર કરનાર શખ્શને પોલીસે ઠાર માર્યો છે. ગ્રીકટાઉન વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટ પાસે આ ફાયરિંગની ઘટના બની હતી. શૂટરે અંદાજે 25 જેટલી ગોળીઓ ચલાવી હતી. હોસ્પિટલમાં ઘાયલોની સ્થિતિ ગંભીર જણાવાઈ રહી છે
રવિવારે રાત્રે કેનેડાના ટોરન્ટોના ડેનફોર્થમાં શૂટઆઉટમાં નવ લોકો ઘાયલ થયા છે. એક અન્ય હેવાલ મુજબ હુમલાખોરે જાતે ગોળી મારી લીધી હતી, જેમાં તેનું મોત થઈ ગયું હતું.ટોરન્ટોના ડેનપોર્થ અને લોગાન વિસ્તારમાં રવિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ નવ લોકો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. વિકએન્ડ હોવાથી અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
ટોરન્ટો પેરામેડિક સર્વિસના જણાવ્યા પ્રમાણે એક બાળકી સહિત નવ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ લોકો શૂટઆઉટને કારણે ઘાયલ થયા હતા.