મુખ્ય સમાચાર
News of Monday, 23rd July 2018

વ્હોટ્સએપ વેરિફિકેડો નામના સોફ્ટવેરનો કરશે ઉપયોગ:ચૂંટણીઓમાં રોકશે અફવાઓ

વોટ્સએપનાં ઉચ્ચ અધિકારીઓની ટીમે ચુંટણી આયોગ સાથે મુલાકાત કરીને ભરોસો અપાવ્યો

નવી દિલ્હી :વોટ્સએપએ ચૂંટણી આયોગને ભરોસો અપાવ્યો છે કે ચુંટણી દરમિયાન ફેક મેસેજ અને અફવાઓને રોકવા માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. વોટ્સએપનાં ઉચ્ચ અધિકારીઓની ટીમે ચુંટણી આયોગ સાથે મુલાકાત કરીને ભરોસો અપાવ્યો છે.

  વ્હોટ્સ અપ આ માટે ફેક ન્યુઝ વેરિફિકેશન એપ પણ લાવશે. આ પહેલા મેક્સિકોની ચૂંટણીમાં પણ ફેક ન્યુઝ રોકવા માટે વેરિફિકેડો નામના સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 

 

(11:56 am IST)