મુખ્ય સમાચાર
News of Thursday, 23rd June 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૦૨

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

પુનર્જન્‍મ

‘‘પૂર્વની પૂર્નજન્‍મની ધારણા ખૂબજ સુંદર છે તે સાચી છે કે નહી તે અગત્‍યનું નથી. તે તમને જીવન-પ્રત્‍યેનો એક આરામદાયક અભીગમ આપે છે. તે મહત્‍વનું છે.''

પશ્ચિમના લોકોને ખૂબજ ઉતાવળ છે. કારણ કે ક્રિશ્ચિયન ધારણા પ્રમાણે એક જ જન્‍મ છે અને મૃત્‍યુ સાથે જ તમે જતા રહેશો અને ફરી નહી આવી શકો તેથી બધા જ લોકો ઉતાવળમાં છેે.

કોઇને એની ચીંતા નથી કે તેઓ કયા જઇ રહ્યા છે. તેઓ જઇ રહ્યા છે. તેઓ વધારે ઝડપથી જવા માટે વીચારી રહ્યા છે. તેથી તેઓ કોઇ વસ્‍તુને માણી નથી રહ્યા કારણ કે આટલી ઝડપમાં તેઓ કોઇ વસ્‍તુને કઇ રીતે માણી શકો ?

આનંદ માણવા માટે વ્‍યકિતએ આરામદાયક અવસ્‍થામાં હોવુ જરૂરી છે. વ્‍યકિત વધારે અને વધારે પામવાની-કોશીષ કરે છે પરંતુ આ પ્રયત્‍નોને લીધે જ શાંતી-ખોવાઇ જાય છે.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:31 am IST)