મુખ્ય સમાચાર
News of Wednesday, 23rd June 2021

અમેરિકા અફઘાન છોડવાની તૈયારીમાં : તાલીબાને અને ભાગોમાં કબ્‍જો કરવાનાં પ્રયત્‍નમાં : હવે પછી દેશની સુરક્ષા સ્‍થાનિક સૈન્‍ય કરશે

ન્યૂયોર્ક,: અમેરિકા અફઘાન છોડવાની તૈયારીમાં છે. તે વખતે  તાલીબાને અને ભાગોમાં કબ્‍જો કરવાનાં પ્રયત્‍નમાં લાગી ગયું છેહવે પછી દેશની સુરક્ષા સ્‍થાનિક સૈન્‍ય હાથમાં સોંપવામાં આવશે.

અમેરિકા અને નાટો સૈન્ય ૧૭ વર્ષ પછી અફઘાનિસ્તાન છોડવાની તૈયારીઓ કરી રહયું છે ત્યારે તાલિબાને એક દેશના અનેક ભાગોમાં કબ્જો કરવાના પ્રયાસો તેજ કરી દીધા છે. સંયુકત રાષ્ટ્રએ એવી ચેતવણી આપી છે કે અનેક રાજયોની રાજધાનીઓ પર તાલિબાનો કબ્જો કરી શકે છે. જો આવું થશે તો હમણાંથી શાંતિની સ્થાપના અને લોકોની સુરક્ષા માટે જે રાજકિય ગતિવિધીઓ વધી છે ખોંચમાં પડી જશે. નાટોની સેનાએ ૧૧ સપ્ટેમ્બર સુધીમાં અફઘાનિસ્તાનને બાય બાય કરવાની યોજના તૈયાર કરી છે ત્યાર પછી દેશની સુરક્ષાની જવાબદારી સ્થાનિક સૈન્યની રહેશે. અફઘાનના અધિકારીઓના જણાવ્યા મુજબ તાલીબાનો ઉત્તર તરફ ઝડપથી આગળ વધી રહયા છે. એ રીતે જોઇએ તો તેવો પોતાના પરંપરાગત ગઢ કરતા ઘણા ફેલાયા છે.

તાલિબાન હુમલાખોરોએ મંગળવારે શીરખાન બંદર પર કબ્જો જમાવ્યો હતો જે તાજિકિસ્તાનની સાથે સ્પર્શથી સીમા નજીરનું મહત્વનું નગર છે. એ પહેલા ઉત્તરી પ્રાંત બગલાનના નાહરીન અન બગલાનએ મરકડી જિલ્લા મથકને પણ હાથમાં લઇ ચૂકયા છે. અફઘાનિસ્તાનના સંયુકત રાષ્ટ્રના વિશેષ દૂત ડેબરા લ્યોન્સનું કહેવું હતું કે મે થી અત્યાર સુધી દેશમાં ૩૭૦ માંથી ૫૦ જિલ્લાઓ પર તાલિબાન પ્રભુત્વ ધરાવે છે. જે જિલ્લાઓ બથાવવામાં આવ્યા છે તે પ્રાંતોના પાટનગરોથી ખાસ દૂર નથી. તાલિબાનો રાજકિય ભૂમિ તૈયાર કરી રહયા છે જેમાં વિદેશી સૈન્ય દૂર થયા પછી તેઓ વધારે બળવંત બને તેવી શકયતા છે.

અમેરિકાએ જો કે કહયું છે કે સેનાઓ અફઘાનિસ્તાનથી પરત બોલાવવામાં આવશે એ પછી તાલિબાનો પર નજર રાખવામાં આવશે.આતંકવાદીઓ વિરોધી કાર્યવાહી અટકશે નહી. તાલિબાનો વિશેની માહિતી મેળવવા માટે અને હુમલાઓ માટે નજીકના પાડોશી દેશોની મદદ લેવામાં આવશે. જો કે રશિયા અને અમેરિકા વચ્ચે તણાવ વધે તેવા સંજોગોમાં અમેરિકા માટે અઘરુ બનશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને હમણાં કહયું હતું કે અફઘાનિસ્તાનમાંથી કોઇ સંજોગોમાં ૧૧ સપ્ટેમ્બર પહેલા સૈન્ય પાછું બોલાવવા ઇચ્છે છે આથી આવનારો સમય અફઘાનની જનતાની પરીક્ષા કરનારો રહેશે. તાલિબાનોને કેવી રીતે રોકવા વિશ્વ સમુદાય માટે પણ ચિંતાનો વિષય બનશે.

 

(11:57 pm IST)