મુખ્ય સમાચાર
News of Wednesday, 23rd June 2021

ટ્રાયલ પૂર્ણ થઇ ન હતી તેથી મે કોરોના રસી લેવાની પહેલા ના પાડી હતીઃ અખિલેશ યાદવ

નવી દિલ્હી તા. ર૩ :.. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે શરૂઆતમાં કોરોના રસી ન અપાવવાના તેમના નિવેદન અંગે નવી સ્પષ્ટતા આપી છે. અખિલેશ યાદવે કહયું કે મેં શરૂઆતમાં રસી લેવાની ના પાડી દીધી હતી કારણ કે તે પછી તેની ટ્રાયલ પૂર્ણ નહોતી થઇ.

આ સાથે તેમણે જણાવ્યું હતું કે રાજયના તમામ ગરીબ લોકોને સરકાર તરફથી નિઃશુલ્ક રસી મળશે ત્યારે તેઓ કોરોના રસી લેશે. ભાજપ પર પ્રહાર કરતા અખિલેશ યાદવે કહયું કે, યુપીની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પરાજય થશે. તેઓ યુપીમાં મોટાભાગના નેતૃત્વ પરીક્ષણોમાં નિષ્ફળ ગયા છે. સરકાર હજી પણ કોરોનાથી થતા મૃત્યુનાં વાસ્તવિક આંકડા છૂપાવી રહી છે.

અખિલેશ યાદવે કહ્યું કે યુપીની જનતા પરિવર્તન ઇચ્છે છે અન્ે યોગી સરકો જવું પડશે એનડીટીવી સાથેની વાતચીતમાં અખિલેશ યાદવે આગામી વિધાનસભામાં ચુંટણીમાં જોડાણ અંગે પણ વાત કરી હતી અખિલેશ કહ્યું કે સમાજવાદી પાર્ટી તેની વિચારધારા સાથે સંકળાયેલા પક્ષો સાથે જોડાણ કરીને ચુંટણી લડશે. પરંતુ મોટી પાર્ટીઓ સાથે જોડાણ નહી કરે. માયાવતી અથવા બસપાનો ઉલ્લેખ કર્યા વિના સપા નેતાએ કહ્યું કે, મોટા પક્ષી સાથેનો અમારો અનુભવ હુ સારો રહ્યો નથી. હવે અમે આવી પાર્ટીઓ સાથે જોડાણ નહી કરીશું.

(4:27 pm IST)