મુખ્ય સમાચાર
News of Wednesday, 23rd June 2021

દુકાનોને રાત્રે ૮ સુધીની છુટ તથા રાત્રી કરફયુ ૧૦ થી લાગુ થાય તેવી શકયતા

કોરોના કાબુમાં આવતા સરકાર વધુ રાહતો આપવા તૈયાર

અમદાવાદ, તા.૨૩ : કોરોનાની બીજી લહેર દરમિયાન રાત્રી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી લોકોને ધીરે ધીરે રાહત આપવામાં આવી રહી છે. નાઈટ કર્ફ્યૂના સમય ગાળામાં હવે દ્યટાડો કરવામાં આવે તેવી શક્યતા છે.

અત્યારે રાત્રી કર્ફ્યૂમાં ૧૦ વાગ્યા સુધીની છૂટછાટ મળી શકે છે. તો બીજી તરફ દુકાનો રાત્રે ૮ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી મળી શકે છે.. સાથે જ મલ્ટીપ્લેક્સ ખોલવા અંગે પણ ચર્ચા થાય તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી દુકાન રાત્રે ૭ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી છે.. જાકે ૨૬ જૂને આ નિયંત્રણોની મુદ્દત પૂર્ણ થઈ રહી છે.

ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસની બીજી લહેર સામે લડી રહ્યા છે ત્યારે છેલ્લા દ્યણા દિવસથી ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત દ્યટી રહ્યા છે. રાજયમાં કોરોના વાયરસના દ્યટતા કેસના કારણે ­જા અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૫ નવા કેસ નોંધાયા છે જયારે ૬૧૨ દર્દીઓએ વાયરસને મ્હાત આપતા રાજયનો રિકવરી રેટ ૯૮.૧૫ ટકાઍ પહોંચ્યો છે. રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩ દર્દીઓના નિધન થયા છે.

ગુજરાતમાં કોરોના વાયરસના સતત દ્યટતા કેસના કારણે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૫૧૫૯ પર પહોંચી છે જયારે તેમાંથી ૮૬ દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજયમાં કોરોના વાયરસના કારણે કુલ મૃતાંક ૧૦૦૩૭ પર પહોંચ્યો છે.

ગુજરાતમાં ૧૩૫ કેસમાંથી સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં સામે આવ્યા છે, અમદાવાદ શહેરમાં ૩૦ જયારે સુરત શહેરમાં ૧૪ કોરોના કેસ સામે આવ્યા છે. રાજકોટ શહેરમાં ૧૦ કેસ જયારે વડોદરા શહેરમાં ૮ કેસ સામે આવ્યા છે.

ભારતમાં કોરોનાની બીજી લહેર ભલે કમજાર પડી રહી હોય પણ સંક્રમણ મામલે ભારત વિશ્વભરમાં અમેરિકા બાદ બીજા ક્રમે પહોંચી ગયું છે.. ભારતમાં સંક્રમણનો આંકડો ૩ કરોડને પાર પહોંચી ગયો છે. અને છેલ્લા ૫૦ દિવસમાં સંક્રમણના ૧ કરોડ કેસ નોંધાયા છે.

જેમાં ૫૦ લાખ કેસ તો છેલ્લા ૩૬ દિવસમાં જ નોંધાયા છે. કોરોનાથી મૃત્યુ મામલે પણ ભારત બીજા ક્રમે છે. દેશમાં અત્યાર સુધી ૩.૯ લાખ લોકોના મૃત્યુ થયા છે. જયારે બીજી લહેર દરમિયાન દેશમાં ૨.૩૩ લાખ લોકોના મૃત્યુ થયા છે.

(10:43 am IST)