મુખ્ય સમાચાર
News of Wednesday, 23rd June 2021

જાપાનનાં હોક્કાઇડો વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર 5.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી અપાઈ નથી : નુકસાનનાં કોઈ સમાચાર નથી

જાપાનનાં હોક્કાઇડો વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર 5.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી. જાપાનની હવામાન એજન્સી (જેએમએ) એ કહ્યું કે, ભૂકંપ રાત્રે 8.08 વાગ્યે આવ્યો હતો તેનું કેન્દ્ર 43.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 142.7 ડિગ્રી પૂર્વ દેશાંતર અને 30 કિમીની ઉંડાઇ પર નોંધાયો હતો. જાપાની ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર હોક્કાઇડો પ્રાન્તનાં અમુક વિસ્તારમાં 3 નોંધાઇ હતી. હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી અને નુકસાનનાં કોઈ સમાચાર નથી.

(10:37 am IST)