મુખ્ય સમાચાર
News of Wednesday, 23rd June 2021

પશ્ચિમ બંગાળમાં ભાજપના 200 કાર્યકર્તાઓએ મુંડન કરાવી પ્રાયશ્ચિત કર્યું: TMCમાં પાછા ફર્યા

માથું મૂંડાવીને ગંગા જળ છાંટીને શુદ્ધ થઈને TMCમાં ઘરવાપસી કરી

પશ્ચિમ બંગાળના હુબલીમાં લગભગ 200 ભાજપના કાર્યકર્તાઓએ પોતાનું માથું મૂંડાવીને TMCમાં પાછા ફર્યા છે. આ ભાજપ કાર્યકર્તાઓએ બીજેપી સાથે જોડાવાને એક ભૂલ કહી હતી અને તેના પ્રાયશ્ચિત માટે માથું મૂંડાવીને ગંગા જળ છાંટીને શુદ્ધ થઈને TMCમાં પાછા ફર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે હુગલીના આરામબાગ વિસ્તારમાં સાંસદ અપરુપા પોદ્દારના હાથ પકડીને આ ભાજપ કાર્યકર્તાઓએ TMCનો સાથ થામી લીધો છે. અપરુપા પોદ્દારના કહેવા પ્રમાણે TMC દ્વારા આરામબાગમાં ગરીબો માટે મફત ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દલિત સમુદાયના કેટલાંક લોકો આવ્યા અને કહ્યું કે ભાજપ સાથે જોડાઈને તેમણે ભૂલ કરી છે અને માથું મૂંડાવીને પ્રાયશ્ચિત કરી અમે TMCમાં પાછા ફરવા ઈચ્છીએ છીએ. તેમણે કહ્યું હતું કે કેટલાંક દિવસો પહેલા જ બીરભૂમમાં સેંકડો ભાજપ કાર્યકર્તાઓ પર ગંગાજળ છાંટીને પાછા TMCમાં જોડવામાં આવ્યા હતા.

ચૂંટણી પછી TMCની જીત પછીથી જ પશ્ચિમ બંગાળના ઘણાં જિલ્લાઓમાં સેંકડોની સંખ્યામાં કાર્યકર્તાઓની ઘર વાપસી થઈ રહી છે. BJPએ કાર્યકર્તાઓની આ ઘર વાપસીને ચૂંટણી પછીની હિંસા કહી છે. BJPના કહેવા પ્રમાણે જે રીતે ચૂંટણી પછી હિંસા થઈ છે તેનાથી ડરીને બીજેપી કાર્યકર્તાઓ પાછા TMCમાં જઈ કરહ્યા છે. થોડા દિવસો પહેલા અલીપુરદ્વાર જિલ્લાના અધ્યક્ષ ગંગા પ્રસાદ શર્મા સોમવારે તૃણમુલ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા. તેમની સાથે BJPના અન્ય સાત નેતાઓ પણ TMCમાં સામેલ થયા હતા. આ દરમિયાન રાજ્યમાં સત્તારૂઢ દળના નેતા મુકુલ રાયે દાવો કર્યો છે કે આ બંગાળમાં ભગવા દળની સમાપ્તિની શરૂઆત છે.

(12:45 am IST)