મુખ્ય સમાચાર
News of Saturday, 23rd June 2018

સમારોહમાં ભોજન બાદ પાંચ લોકોના મોતનો ભેદ ખુલ્યો : સંબંધીઓ ચીડવતા હોવાથી મહિલાએ જ ભેળવી દીધું ઝેર

મહારાષ્ટ્ર્ના રાયગઢમાં ભોજન કર્યા બાદ 80 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને 4 બાળકો સહીત 5 લોકોના મોત નિપજ્યા હતા

 

મુંબઈઃ મહારાષ્ટ્રના રાયગઢમાં ભોજન બાદ પાંચ લોકોના મોતનો મામલે મોટો ખુલાસો થયો છે. ગયા 18 જૂને એક સમારોહમાં ભોજન કર્યા બાદ થયેલા 5 લોકોની હત્યાના મામલામાં એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. તેના પર આરોપ છે કે તેણે દુશ્મનીમાં ખોરાકમાં કીટનાશક ભેળવી દીધું.

  મહિલાનું નામ પ્રજ્ઞા સુરવસે છે અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. પોલીસ મુજબ પ્રજ્ઞાને તેના સંબંધીઓકાળીકહીને ચીડાવતા હતા, જેના કારણે તે ખૂબ નારાજ રહેતી હતી.

ખીજાઈને તેણે બધાને એક સાથે મારવાની યોજના બનાવી લીધા. 18 જૂને મહાડ ગામમાં સુભાષ માનેના નવા ઘરમાં ગૃહ પ્રવેશનો કાર્યક્રમ હતો. પ્રજ્ઞા પણ તેમાં શામેલ થવા આવી હતી. પોલીસ મુજબ બધા સંબંધીઓને એકસાથે જોઈને તેણે સાપને મારવાનું ઝેર ખોરાકમાં ભેળવી દીધું. તે દિવસે લગભગ 120 લોકોએ ભોજન કર્યું હતું.

  પ્રસંગમાં ભોજન કર્યા બાદ કેટલાક લોકોને ઉલ્ટીઓ થવાનું શરૂ થઈ ગયું. સૂચના મળતા પોલીસે અલગ-અલગ ઘરોમાંથી લગભગ 80 લોકોને હોસ્પિટલમાં એડમિટ કરાવ્યા. પરંતુ 5 લોકોના મોત થઈ ગયા. જેમાંથી 4 નાના બાળકો હતા.

(12:25 am IST)