મુખ્ય સમાચાર
News of Saturday, 23rd June 2018

મહિનામાં ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસના ઉત્પાદનમાં ઘટાડો

ક્રૂડ ઓઇલનું ઉત્પાદન 3 ટકા ઘટીને 30 લાખ ટન અને નેચરલ ગેસનું 1.4 ટકા 2,768 અબજ ક્યુબિક મીટર થયું

મુંબઇઃ કેન્દ્ર સરકાર સંચાલિત ઓએનજીસીના ફિલ્ડમાંથી ફરીવાર ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. જેના પગલે મે મહિનામાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન 3 ટકા ઘટીને 30 લાખ ટન નોંધાયું છે.

  ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશને ગત મે મહિનામાં 18.4 લાખ ટન ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કર્યું હતું, જે ગયા વર્ષે મેં માસમાં 19,3 લાખ ટન નોંધાયું હતું.એપ્રિલથી મે મહિનાના સમયગાળામાં કંપનીનું ટોટલ ક્રૂડ ઓઇલ પ્રોડક્શન 4.3 ટકા ઘટીને 36.2 લાખ ટન થયું છે. જ્યારે ગત વર્ષે કંપનીએ 60.3 લાખ ટન ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કર્યું હતું.

  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી ખાનગી ક્ષેત્રની કંપનીઓના નેગેટિવ પ્રોડક્શન ગ્રોથને લીધે ગત મે મહિનામાં નેચરલ ગેસનું ટોટલ પ્રોડક્શન 1.4 ટકા 2,768 અબજ ક્યુબિક મીટર થયું હતું.

 ઓઈલ રિફાઇનરીઓએ મે મહિનામાં 222.4 લાખ ટન ફ્યુઅલનું રિફાઇનિંગ કર્યું છે જે વાર્ષિક સરખામણીએ રિફાઇનિંગમાં 6.8ની વૃદ્ધિ દર્શાવે છે. આ સાથે રિલાયન્સ અને નયારા એનર્જી જેવી કંપનીઓ પણ તેમની 100 ટકાની ઓપરેટિંગ કેપેસિટીએ કાર્યરત હતી.

(12:02 pm IST)