મુખ્ય સમાચાર
News of Saturday, 23rd June 2018

જમ્મુ-કાશ્મીર : પથ્થરમારાની આડમાં ગ્રેનેડ ફેંકી રહ્યા છે આતંકવાદીઓ : સુરક્ષા એજન્સીઓ હેરાન

શ્રીનગર તા. ૨૩ : કાશ્મીર ઘાટમાં તૈનાત સુરક્ષાદળો માટે પથ્થરમારાની ઘટનાઓ હવે હેરાનીનું કારણ બનતી નજર આવી રહી છે. પથ્થરબજો સામે લડવા માટે સુરક્ષાદળો છાસવારે નવી નવી રણનીતિઓ બનાવે છે. પરંતુ દરેક સમયે પથ્થરબાજો આ રણનીતિનો તોડ કાઢી લે છે. હવે આતંક ફેલાવવા માટે પથ્થરબાજોએ પત્થરની અડમાં સુરક્ષાદળો ઉપર ગ્રેનેડ ફેંકવાની શરૂ કર્યું છે.

પથ્થરમારાની આડમાં ગ્રેનેડ હુમલો કરવાની ખરવાની ખતરનાક રીત છે. જે ઘટના સમય પછી કાશ્મીરમાં સામે આવી છે. જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં શુક્રવારે આતંકવાદીઓએ પહેલી વખત રણનીતિ અંતર્ગત સુરક્ષાબળો ઉપર ગ્રેનેડ હુમલો કર્યો હતો. જેના કારણે ૧૦ સીઆરપીએફ જવાનો ઘાયલ થયા હતા.

શુક્રવારે સાંજે સીઆરપીએફના જવાનો જયારે લો એન્ડ ઓર્ડર ડ્યુટી પર ત્રાલ વિસ્તારમાં હતા ત્યારે અચાનક પથ્થરમારો શરૂ થયો હતો. ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. સુરક્ષાદળો પણ નક્કી કરેલા નિયમોથી પથ્થરમારાનો જવાબ આપી રહ્યા હતા. જોકે, આ દરમિયાન અચાનક જ સુરક્ષાદળો પાસે એક વસ્તુ પડી અને જોરદાર ધડાકો થયો હતો. જવાનો કંઇ સમજે તે પહેલા જ સીઆરપીએફના ૧૦ જવાનો ઘાયલ થયા હતા. જેમને નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા હતા. આ ઘટનામાં બે જવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

તપાસથી જાણવા મળ્યું હતું કે, પથ્થરની જેમ આ એક ગ્રેનેડ હતો. જેને ટોળામાંથી જ કોઇએ ફેંકયો હતો. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે, ગ્રેનેડ ખુબ જ હાઇ ઇંન્ટેસિટીનો હતો. એટલે કે ખુબ જ ખતરનાક અને ખુબ જ નુકસાન પહોંચાડનાર. તાજેતરમાં થયેલા હુમલાઓમાં આ પ્રકારનો પહેલો ગ્રેનેડ હુમલો ગણવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા સુરક્ષાબળોએ જૈસના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. એટલા માટે માનવામાં આવી રહ્યું છે કે, બદલો લેવા માટે ટોળા વચ્ચે સંતાયેલા આતંકવાદીઓએ આ ગ્રેનેડ હુમલો કર્યો હતો. જોકે, આતંકવાદીઓના નવા કાવતરાંને જોઇને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. આવનારા દિવસોમાં પથ્થરમારાથી કેવી રીતે વધારે સાવધાન રહી શકાય એ અંગે ચોક્કસ ધ્યાન રાખવામાં આવશે.(૨૧.૧૩)

(11:36 am IST)