મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

કોરોના મુક્ત સિક્કિમમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ : દિલ્હીથી પરત આવેલ વિદ્યાર્થીને ચેપ લાગ્યો

વિદ્યાર્થી દિલ્હીમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો હતો.

સિક્કિમમાં શનિવારે કોવિડ 19નો પહેલો કેસ સામે આવ્યો છે. સિનિયર અધિકારીએ જણાવ્યું કે, રાજ્યમાં કોરોના વાઈરસથી સંક્રમિત મળેલો વ્યક્તિ 25 વર્ષિય વિદ્યાર્થી છે અને તે હાલમાં જ દિલ્હીથી પરત ફર્યો હતો.

સ્વાસ્થ્ય વિભાગના મહાનિદેશક સહ સચિવ પેમ્પા શેરિંગ ભૂટિયાએ પત્રકારોને જણાવ્યું કે, વિદ્યાર્થીના સેમ્પલની તપાસ માટે સિલિગુડી સ્થિત ઉત્તર બંગાળ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતું.

તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થી દક્ષિણ સિક્કિમના રબાંગ્લાનો રહેવાસી છે અને તેની સર થૂતોબ નામગ્યાલ સ્મારક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ વિદ્યાર્થી દિલ્હીમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો હતો.

 અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકારે 15 જુનથી શાળા અને કોલેજો ખોલવાનો નિર્ણય લીધો છે. રાજ્યના શિક્ષણ મંત્રી કેએન લેપ્ચાએ કહ્યું કે, અમે 15 જુનથી દરેક શાળા અને કોલેજ ખોલવા જઈએ છીએ. અમે 9મા અને 10મા ધોરણના વર્ગો શરૂ કરીશું જ્યારે નર્સરીથી આઠમાં ધોરણ સુધીના વર્ગો બંધ રહેશે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે શાળામાં સમુહ પ્રાર્થના નહી થાય

(10:14 pm IST)