મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

ભારત-નેપાળ બોર્ડર વિવાદ વકરશે :કાલાપાણી -કાઠમંડુ વચ્ચે માર્ગ નિર્માણ કરશે નેપાળ

સર્વે માટે પશ્ચિમ નેપાળનાં ઘાંટીબગરમાં એક ટીમ મોકલી ; સેનાની એક પ્લેટુન પણ તૈનાત કરાશે

કાઠમંડુ: સરહદ વિવાદ વચ્ચે નેપાળની રાજધાની કાઠમંડુથી કાલાપાની વચ્ચે માર્ગ બનાવવા માટે સર્વેની પહેલ કરી દીધી છે, નેપાળે સર્વે માટે પશ્ચિમ નેપાળનાં ઘાંટીબગરમાં એક ટીમ મોકલી દીધી છે.

ઉત્તરાખંડ, ભારત-નેપાળ બોર્ડર વિવાદ બાદ પોલીસ અને ગુપ્તચર એજન્સીને સતર્ક રહેવાનું કહેવાયું છે, અખબારોમાં છપાયેલા સમાચારોનાં મુંજબ અહીં સેનાની એક પ્લેટુન પણ તૈનાત કરાશે, તેની નજર હેઠળ નિર્માણ કાર્ય કરવામાં આવશે.

જો કે કહેવામાં આવી રહ્યું છે કે કાઠમંડુ-મહાકાલી કોરીડોર માઇગ્રેશનમાં જનારા ગ્રામીણ નેપાળીઓની સુવિધા માટે આવું કરવામાં આવી રહ્યું છે, પરંતું સરહદી વિવાદની છાયા વચ્ચે તેને સરહદે સતર્કતા વધારવા માટે આ પગલું ઉઠાવવામાં આવી રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સુત્રોનાં જણાવ્યા મુજબ કોરીડોર હેઠળ પિથોરાગઢ જીલ્લાનાં ધારચુલા નજીક નેપાળનાં દાર્ચુલા-તિંકર સુધી માર્ગ બનાવવામાં આવશે, તેની કુલ લંબાઇ 87 કિમી હોવાનું અનુમાન છે.

નેપાળી સેનાને પેટ્રોલિંગ અને કટોકટીની સ્થિતીમાં સરહદ સુધી પહોંચવામાં મદદ મળશે, સુત્રોનાં જણાવ્યા પ્રમાણે ભારત અને ચીન સરહદ પર છાંગરૂ અને તિનકરનાં લોકોને ખલંગામાં સ્થળાંતરિત કરવામાં આ

(9:35 pm IST)