મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

કોરોના : અમેરિકામાં મોતનો આંકડો વધીને ૯૭૬૬૩ થયો

અમેરિકામાં કુલ કેસોની સંખ્યા ૧૬૪૫૬૪૬ થઇ : એક્ટિવ કેસોની સંખ્યા ૧૧૪૪૭૫૫ ઉપર પહોંચી ગઈ

વોશિગ્ટન,તા. ૨૧ : અમેરિકામાં કેસોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સાથે સાથે મોતનો આંકડો પણ સપાટી ઉપર આવી રહ્યો છે. ટ્રમ્પ સરકારે પગલા લીધા હોવા છતાં સ્થિતિ વધુને વધુ વણસી રહી છે. અમેરિકામાં હાલત એટલી ખરાબ થઇ છે કે, દરેક અઢી મિનિટમાં એક વ્યક્તિનું મોત થઇ રહ્યું છે. અમેરિકાની વાત કરવામાં આવે તો કેસોની સંખ્યા ૧૬૪૫૬૪૬ ઉપર પહોંચી ચુકી છે. અમેરિકામાં આજે અનેક નવા કેસ સપાટી ઉપર આવ્યા હતા જ્યારે મોતનો આંકડો વધીને ૯૭૬૬૩ ઉપર પહોંચી ચુક્યો છે. અમેરિકામાં સતત કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલા પણ નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે. અમેરિકામાં રિકવર થયેલા લોકોની વાત કરવામાં આવે તો તેમાં પણ વધારો થઇ રહ્યો છે.

          આંકડો ૪૦૩૨૨૮ પહોંચી ચુક્યો છે. એક્ટિવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૧૧૪૪૭૫૫ ઉપર પહોંચી ચુકી છે. અમેરિકામાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ગંભીર કેસોની સંખ્યા વધીને ૧૭૧૦૯ ઉપર પહોંચી ચુકી છે. તમામ પ્રયોગ યુદ્ધના ધોરણે થઇ રહ્યા હોવા છતા નિષ્ફળતા મળી રહી છે. સરકારને એવી દહેશત રહેલી છે કે કોરોના વાયરસના કારણે આવનાર દિવસોમાં અમેરિકામાં એકથી . લાખ લોકોના મોત થઇ શકે છે. મહાસંકટની સ્થિતી વચ્ચે માસ્ક અને અન્ય તબીબી સાધનોની કમી થઇ ગઇ છે. ચીનના કારણે હાલત થઇ હોવાનો આક્ષેપ અમેરિકી લોકો કરી રહ્યા છે. વિવિધ દેશોએ અનેક પગલાઓ લીધા હોવા છતાં સ્થિતિ સુધરી રહી નથી. દુનિયામાં સૌથી શક્તિશાળી દેશ ગણાતા અમેરિકામાં પણ સ્થિતિ વણસેલી છે.

          અમેરિકામાં હજુ સુધી ૧૬ લાખથી પણ વધારે કેસો નોંધાઈ ચુક્યા છે. કોરોનાના કારણે દુનિયાના ૨૧૦ હાલમાં પ્રભાવિત થયેલા છે.   અમેરિકામાં સૌથી વધુ પ્રભાવિત રાજ્યોની વાત કરવામાં આવે તો ન્યુયોર્કનો સમાવેશ થાય છે. તમામ દેશો દ્વારા કોરોના સામે જંગ લડવામાં આવી રહી છે પરંતુ કોઇ સફળતા હાથ લાગી રહી નથી. અમેરિકામાં હાલમાં તંત્ર લાચાર છે. દુનિયામાં સૌથી વધારે કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા હવે અમેરિકામાં નોંધાઇ ચુકી છે. અમેરિકાને સફળતા મળી રહી નથી. જેથી બીજા દેશોમાં પણ  ચિંતા સતત વધી રહી છે. ત્યારબાદ ન્યુજર્સીનો સમાવેશ થાય છે. ન્યુયોર્ક અને લોસ એન્જલસ અને અન્ય જગ્યાએ પણ સ્થિતી ખરાબ થઇ રહી છે.

અમેરિકામાં કોરોના......

અમેરિકામાં ૧૭૯૦૭ દર્દી ગંભીર

વોશિગ્ટન,તા. ૨૩ : સુપરપાવર અમેરિકામાં કોરોનાના કારણે હાહાકાર જારી છે. તમામ નવા નવા પ્રયોગ કોરોનાને રોકવા માટે કરવામાં આવી રહ્યા છે છતાં અમેરિકામાં દરરોજ નવા નવા કેસો સપાટી પર આવી રહ્યા છે. એક દિવસમાં એક હજારથી વધુ  લોકોના મોત થઇ રહ્યા છે. ૨૦મી જાન્યુઆરીના દિવસે અમેરિકામાં કોરોનાનો પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો. અમેરિકામાં કોરોના વાયરસ નીચે મુજબ છે.

મોતનો કુલ આંકડો થયો

૯૭૬૬૩

કુલ કેસોની સંખ્યા થઇ

૧૬૪૫૬૪૬

નવા કેસો નોંઘાયા

૧૦૦૦થી વધુ

૨૪ કલાકમાં મોત

-

ગંભીર અસરગ્રસ્ત

૧૭૧૦૯

રિકવર લોકો

૪૦૩૨૨૮

એક્ટિવ કેસોની સંખ્યા

૧૧૪૪૭૫૫

(7:56 pm IST)