મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

કોવિદ -19 : કોરોના મહામારી વચ્ચે જરૂરિયાતમંદ નાગરિકોને માસિક 2 હજાર ડોલર આપો : ઇન્ડિયન અમેરિકન મહિલા સેનેટર સુશ્રી કમલા હેરિસનો સેનેટમાં પ્રસ્તાવ

વોશિંગટન : યુ.એસ.સેનેટમાં ઇન્ડિયન અમેરિકન મહિલા સેનેટર સુશ્રી કમલા હેરિસે 8 મે ના રોજ કોરોના મહામારી વચ્ચે જરૂરિયાતમંદ નાગરિકોને માસિક 2 હજાર ડોલર આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.જેથી તેઓ ઘરભાડું લાઈટબીલ વગેરે રકમ ચૂકવી શકે.
પ્રસ્તાવમાં તેમણે જણાવ્યા મુજબ અમેરિકાના કેર એક્ટ હેઠળ એક જ વાર સહાય ચુકવવામાં આવે છે.જયારે વર્તમાન મહામારી સમયે કામધંધા ઠપ્પ થઇ ગયા હોવાથી અમુક નાગરિકો પોતાના પરિવારને પેટપૂરતું ભોજન પણ આપી શકવા સમર્થ નથી.આ સંજોગોમાં માસિક 2 હાજર ડોલર તેમના માટે રાહતરૂપ બની રહેશે.

(6:07 pm IST)