મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

યુ.એસ.ની નેશનલ એકેડેમી ઓફ સાયન્સના મેમ્બર તરીકે 4 ઇન્ડિયન અમેરિકન સંશોધકો ચૂંટાઈ આવ્યા

વોશિંગટન : યુ.એસ.ની નેશનલ એકેડેમી ઓફ સાયન્સના મેમ્બર તરીકે 4 ઇન્ડિયન અમેરિકન સંશોધકો ચૂંટાઈ આવ્યા છે.
આ 4 સંશોધકોમાં 2019 ની સાલના નોબલ પ્રાઈઝ વિજેતા અભિજીત બેનર્જી ,અરુણ એમ.ચિન્નયન ,ચેતન ખોસલા ,તથા અરુણવ મજમૂદારનો સમાવેશ થાય છે.જેઓએ સંશોધન ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે.
નેશનલ એકેડેમી ઓફ સાયન્સ એક નોનપ્રોફિટ ઇન્સ્ટટયુશન છે.જે અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ અબ્રાહમ લિંકન ની માન્યતા સાથે 1863 ની સાલમાં શરૂ થયું હતું.હાલમાં તેના ચૂંટાઈ આવેલા ડોમેસ્ટિક મેમ્બર્સની સંખ્યા 2403 અને ઇન્ટરનેશનલ મેમ્બર્સની સંખ્યા 501 થઇ જવા પામી છે.

(5:46 pm IST)