મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

જયારે સમજ વધશે, ત્યારે સાવધાની વધશે અને ત્યારે જ આપણે સુરક્ષિત રહી શકશું: પૂ.નમ્રમુનિ મ.સા.

યુનિસેફ, ડબલ્યુએચઓ, પ્રધાનો અને ધર્મગુરૂઓની વીડીયો કોન્ફરન્સ : કોરોના જાતિ, ધર્મ, ઉંચ, નીચ, ગરીબ, અમીર, ઉંમર કાઈ નથી જોતો અને માટે જો કોઈને કોરોના થાય, તો વ્યકિતએ ખૂલીને સરકારને જણાવવું જોઈએઃ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશજી

રાજકોટ,તા.૨૩: છેલ્લા કેટલાય મહિનાઓથી સમગ્ર વિશ્વને ભરડામાં લઈને ભય અને મૃત્યુનો આતંક ફેલાવી રહેલી મહામારી કોવિડ-૧૯ સામે લડવા તેમજ આ મહામારીનો ખાતમો બોલવવા UNICEF અને WHO દ્વારા, મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેજી,  નવાબ મલિકજી અને ધર્મગુરૂઓ સાથે ચર્ચા કરવા મીટિંગ આયોજીત કરવામાં આવી હતી.

આ કોન્ફરંસમાં UNICEFના પદાધીકારીઓ, ૫/૪૦ ના પદાધિકારીઓ અને મહારાષ્ટ્રના હેલ્થ મિનિસ્ટર શ્રી રાજેશ ટોપેજી, માઈનોરીટી મિનિસ્ટર શ્રી નવાબ મલિકજી,  હેલ્થ ડિપાર્ટમેન્ટના શ્રી પ્રદીપભાઈ વ્યાસ, IAS શ્રી સુજાતા સૌનીક સાથે ધર્મગુરુઓ, રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ, આચાર્ય શ્રી દેવાનંદીજી, સિંઘ સંપ્રદાયના શ્રી રામ સિંઘ રાઠોડજી, ફુ૫ષષાા ના શ્રી ગોકુલેશ્વર દાસજી, શ્રી દેવકંટયાનંદજી, ISHA Foundationના કલ્પના મનીયાર, ક્રિશ્ચન સંપ્રદાયના શ્રી બીશપ ડીસિલ્વાજી, બૌધ સંઘના શ્રી ભંતેજી શાંતિરત્ન, બ્રહ્મ કુમારી સંસ્થાથી શ્રી કમલેશજી બ્રહ્મ કુમારી, આર્ટ ઓફ લિવિંગથી શ્રી દર્શક હથીજી, મુસલમાન સંપ્રદાયના શ્રી મૌલાના હાફિઝ સયૈદ એથર અલીજી, મૌલાના શ્રી મહોમદ દર્યાબાદિજી, ડોકટર શ્રી ઝાહીર કાઝીજી, ડોકટર શ્રી સલીમ ખાનજી અને મૌલાના શ્રી હાફિઝ મહોમદ નદીમ સિદ્દિકીજી, પોતાના અભિપ્રાયોની રજુઆત કરતાં વિશેષરૂપે જોડાયા હતા.

આ અવસરે શ્રી રાજેશ ટોપેજીએ UNICEF અને WHO જે કર્યો કરી રહ્યા છે તેનો સ્વાગત અને અનુમોદન કરતાં તેઓએ કહ્યું કે, કોરોના જાતિ, ધર્મ, ઉંચ, નીચ, ગરીબ, અમીર, ઉંમર કાઇ નથી જોતો અને માટે જો કોઈને કોરોના થાય, તો વ્યકિતએ ખૂલીને સરકારને જણાવું જોઈએ, UNICEFના શ્રી રાજેશ્વરી ચંદ્રશેકરજીએ સ્કૂલના બાળકો માટે ઘરે બેઠા અભ્યાસ કેવી રીતે કરાવી શકાય, યુવાનોને કરીયરનો નિર્ણય કરવા સુવિધાઓ કેવી રીતે પહોંચાડી શકાય અને ડીસેસ્ટર મેનેજમેન્ટ વિષય પર વાત રજૂ કરી. WHOના ડોકટર રાહુલ શીમ્પેજીએ ભારતભરમાં કોવિડ-૧૯ના દર્દીઓની કેટલી સંખ્યા થઈ છે તેને ચાર્ટ્સના મધ્યમે જાણ કરાવ્યા બાદ માઇનોરિટી મિનિસ્ટર શ્રી નવાબ મલિકજીએ સહુને એકજુટ થઈને કોરોના સામે લડવા તેમજ કોરોના સાથે જીવતા શીખી જવાનુ મંતવ્ય આપ્યું હતું.

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવે ફરમાવ્યું કે, જયારે સમજ વધશે, ત્યારે સાવધાની વધશે અને ત્યારે જ આપણે સુરક્ષિત રહી શકશું. 'સ્પિટ ફી ભારત' જેવા અભિયાનો દેશભરમાં શરૂ થશે ત્યારે જ આપણે બધા કોરોનાથી બચી શકશું, આ ફરમાવી સ્પિટ ફી ભારતનો મેસેજ એક વિડીયો કિલપ દ્વારા દર્શાવ્યો હતો.

ઉપરાંત આચાર્ય શ્રી દેવાનંદજી, મૌલાના હાફિજજી, આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના દર્શન હથીજી, ડો.ઝાહીર કાઝીજી, શ્રી બ્રહ્મકુમારી સંસ્થાથી શ્રી કમલેશજી બ્રહ્મકુમારી, બૌધ સંઘના ભંતેજી શાંતિરત્ન સિંઘ સંપ્રદાયના શ્રી રામ સિંઘ રાઠોડજી, ઈશા ફાઉન્ડેશનના કલ્પના મનીયાર, ઈસ્કોનના ગોકુલેશ્વર દાસજીએ રજૂઆતો અને માહિતી આપેલ.

(3:51 pm IST)