મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

નવા ડાયટ મુજબ કોરોના દર્દીને ભોજન- નાસ્તો આપવા આદેશ

પોઝીટીવ રિપોર્ટવાળાને માંસાહારી ભોજન નહીં અપાય

લખનૌઃ કોરોના સંક્રમિત દર્દીઓને દરરોજ ૨ હજાર કેલેરીનો પૌષ્ટીક આહાર દેવાની સાથે ડાયાબીટીઝના દર્દીને બ્રેડ નહીં દેવા ડાયટ અમલમાં મૂકી છે. કોરોના પોઝીટીવ દર્દીને ભાત, દહીં, કેળા અને ખાટા ફળ અને કાચું સલાડ નહીં દેવાય. જેથી ઉધરસનો ડર ન રહે. રોગ પ્રતિકારક શકિત વધારવા હળદરવાળુ દુધ અપાશે.  સરફજન દઈ  શકાશે. રિપોર્ટ નેગેટીવ આવેલ હોય તેને ભાત, દહીં અને કેળા અપાશે.  પોઝીટીવ વ્યકિતને માંસાહારી ભોજન દેવાની મનાઈ છે.

કોવીડ-૧૯ હોસ્પિટલોમાં પૌષ્ટીક આહાર દેવા માટે પ્રોટોકોલ બનાવવા માટે ચિકિત્સા શિક્ષા વિભાગ અને મેડીકલ કોલેજોના ડાયટેશીયનની એક કમિટી બનાવાઈ છે. જેના રિપોર્ટના આધારે બધી મેડીકલ કોલેજો અને ચિકિત્સા સંસ્થાનોના પ્રમુખોને કોરોના પોઝીટીવ દર્દીઓને નવા ડાયેટ મુજબ ભોજન- નાસ્તો આપવા જણાવ્યું છે.

(2:52 pm IST)