મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

ઉત્તરાખંડનો વધુ એક જીલ્લો કોરોનાની ઝપટમાં: એક સાથે સાત નવા કેસ આવતા હાહાકાર ઉત્તરાખંડમાં એક દિવસમાં ૨૦ નવા કેસ

ચંપાવત (ઉત્તરાખંડ): ઉત્તરાખંડમાં પ્રવાસી મજૂરો પાછા આવવાના શરૂ થતા જ રાજ્યમાં કોરોનાએ ગતિ પકડી લીધી છે. ચિંતાજનક વાત એ છે કે જે ચંપાવત જીલ્લામાં અત્યાર સુધી એક પણ કોરોનાનો કેસ નહોતો ત્યાં કોરોનાના ૭ નવા કેસ આવતા જ દોડધામ મચી ગઇ છે.

આ ૭ નવા કેસો જાહેર થયા પછી રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૧૬૦ થઇ ગઇ છે. જ્યારે ૫૬ લોકો અત્યાર સુધીમાં સાજા થયા છે.

(2:51 pm IST)