મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

લોકડાઉનમાં મળેલી છુટછાટ વચ્ચે છેલ્લા ૭ દિવસમાં ૩૬૦૦૦થી વધુ કેસ

નવી દિલ્હી, તા.૨૩: ભારતમાં કોરોના મહામારી વિરુદ્ઘ લોકડાઉનની નીતિ કોરોના સંક્રમણના વધુ પડતા ફેલાવાને રોકવામાં સફળ રહી છે, પરંતુ વિતેલા અઠવાડિયામાં વધેલા કેસોએ દેશની ચિંતામાં વધારો કર્યો છે. દેશના ત્રીજા ભાગના કેસો વિતેલા સાત દિવસમાં સામે આવ્યા છે. લોકડાઉન.૪જ્રાક્નત્ન આપવામાં આવેલી રાહત અને છૂટછાટથી વધેલા કેસો હવે નવા પડકારરુપે સામે આવી રહ્યા છે. વિતેલા અઠવાડિયાથી સરેરાંશ ચારથી પાંચ હજાર કેસો વધી રહ્યા છે. જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડૂ, દિલ્હી અને મધ્ય પ્રદેશમાં કોરોના સંક્રમણના કેસો ઝડપથી અને ચિંતાજનક રીતે વધી રહ્યા છે. 

શરુઆતની સ્થિતિની વાત કરીએ તો તબલીગી જમાતીઓથી સંક્રમણનો પહેલો કેસ ૧૭ માર્ચે સામે આવ્યો હતો, જે ૧૯ એપ્રિલ આવતા ૨૩ રાજયોમાં ફેલાઇ ગયુ હતું. ૧૯ એપ્રિલના હિસાબથી ભારતભરના કુલ કેસોમાંથી ૩૦ ટકા કેસો તબલીગી જમાતીઓ સાથે સંકળાયેલા હતા અને વર્તમાન સમયમાં વતન પરત ફરેલા પ્રવાસી મજૂરૌમાંથી આશરે ચાર હજાર મજૂરો કોરોનાથી પીડિત મળી આવ્યા છે. જેમાંથી યૂપીમાં ૧૨૩૦ અને બિહારમાં ૭૮૮ કેસ છે, યૂપી અને બિહારથી આશરે ૧૩ લાખ પ્રવાસી મજૂરો રાજયમાં પરત ફર્યા છે.

દેશવ્યાપી નવા કેસોનું પ્રમાણ જોઇએ તો ૧૬મેના રોજ ૩૯૭૦ નવા કેસ સામે આવ્યા, જે પછી ૧૭મેના રોજ ૪૯૮૭, ૧૮મેના રોજ ૫૨૪૨ નવા કેસ, ૧૯મેના રોજ ૪૮૬૦ નવા કેસ, ૨૦મેના રોજ ૫૭૨૯, ૨૧મેના રોજ ૫૬૦૯ નવા કેસ અને ૨૨મેના રોજ ૬૦૮૮ નવા કેસ સામે આવ્યા હતા,

રાજયસ્તરે વિતેલા અઠવાડિયામાં નવા કેસોના આંકડા પર નજર નાંખીએ તો મહારાષ્ટ્રમાં ૧૨૫૪૨ નવા કેસ સામે આવ્યા. ૧૬મેએ રાજયમાં કુલ ૨૯૧૦૦ કેસ હતા જે ૨૨મેના રોજ વધીને ૪૧હજારને પાર પહોંચી ગયા. ગુજરાતમાં વિતેલા સાત દિવસમાં ૨૯૭૪ નવા કેસ સામે આવ્યા, ૧૬મેના રોજ ગુજરાતના કુલ કેસ ૯૯૩૧ હતા જે ૨૨મે સુધી વધીને ૧૨ને પાર પહોંચી ગયા હતા.  તમિલનાડૂમાં ૧૬મેના રોજ કુલ કેસનો આંકડો ૧૦,૧૦૮ હતો જે ૨૨મેએ વધીને ૧૩૯૬૭ છે. દિલ્હીમાં ૧૬મેએ ૮૮૯૫ કેસ હતા અને ૨૨મેના રોજ કેસ વધીને ૧૧૬૫૯ પહોંચી ગયા.

(2:50 pm IST)