News of Saturday, 23rd May 2020
H-1B વિઝા મામલે યુ.એસ.કોંગ્રેસમાં પ્રસ્તાવ રજુ : અમેરિકામાં અભ્યાસ કરનાર વિદેશી યુવાનોને અગ્રતા અપાશે
વોશિંગટન : H-1B વિઝા મામલે યુ.એસ.કોંગ્રેસમાં પ્રસ્તાવ રજુ કરાયો છે.જેમાં અમેરિકામાં ઉચ્ચ ટેક્નોલોજી અભ્યાસ કરેલા વિદેશી કુશળ યુવાનોને અગ્રતા આપવાની ભલામણ કરાઈ છે.
યુ.એસ.હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટમાં H-1B અને L-1 વિઝા નિયમોમાં ફેરફાર માટે રજુ કરાયેલા આ નવા ફેરફારનો અમલ યુ.એસ. સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન એક્ટ અંતર્ગત લાગુ કરાશે જેમાં સહુ પહેલા અમેરિકામાં ઉચ્ચ ટેક્નોલોજી સાથેનો અભ્યાસ કરનાર વિદેશી યુવાનોને અગ્રતા આપવાની ભલામણ કરાઈ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(12:59 pm IST)