મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

દુનિયાભરમાં ૫૩ લાખ લોકો કોરોનાથી સંક્રમિત ૨૪ કલાકમાં એક લાખ નવા કેસ અને ૫ હજાર મોત

દુનિયાભરના આશરે ૭૫ ટકા કેસ માત્ર ૧૨ દેશમાંથી સામે આવ્યા છે. આ દેશોમાં કોરોના પીડિતોની સંખ્યા ૪૦ લાખ છે

નવી દિલ્હી, તા.૨૩: કોરોના વાયરસનો પ્રકોપ દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. દુનિયાના ૨૧૩ દેશોમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૭૭૦૬ નવા કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા છે અને મૃતકોની સંખ્યામાં ૫૨૪૫નો વધારો થયો છે. વર્લ્ડોમીટર મુજબ, દુનિયાભરમાં અત્યાર સુધીમાં ૫૩ લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે.જેમાંથી ૩ લાખ ૩૯ હજાર ૪૧૮ લોકોના મોત થયા છે. જયારે ૨૧ લાખ ૫૬ હજાર ૨૮૮ લોકો સારવાર લઈ સ્વસ્થ થયા છે. દુનિયાભરના આશરે ૭૫ ટકા કેસ માત્ર ૧૨ દેશમાંથી સામે આવ્યા છે. આ દેશોમાં કોરોના પીડિતોની સંખ્યા ૪૦ લાખ છે.

દુનિયાભરના કુલ કેસમાંથી આશરે ત્રીજા ભાગના કેસ એકલા અમેરિકામાં સામે આવ્યા છે અને આશરે ત્રીજા ભાગના મોત પણ. અમેરિકા બાદ યૂકેમાં કોરોનાથી સૌથી વધુ અસર છે. અહીં ૩૬૩૯૩ લોકોના મોત થયા છે, જયારે ૨૫૪૧૯૫ લોકો કોરોનાથી સંક્રમિત છે.

રશિયા,બ્રાઝીલ,સ્પેન, યૂકે,ઈટલીમાં કોરોના કેસની સંખ્યા બે લાખને પાર પહોંચી છે. આ સિવાય ૬ દેશ એવા છે જયા એક લાખથી વધુ કોરોનાના કેસ છે. અમેરિકા સહિત આ ૧૨ દેશોમાં કુલ ૪૦ લાખ કેસ છે. અમેરિકા સિવાય રશિયા અને બ્રાઝીલમાં પણ કેસ ઝડપથી વધી રહ્યા છે. પાંચ દેશ (અમેરિકા, સ્પેન,ઈટલી,ફ્રાંસ, બ્રિટન)એવા છે, જયાં ૨૫ હજારથી વધુ મોત થયા છે. અમેરિકામાં મોતનો આંકડો ૯૭ હજારને પાર પહોંચ્યો છે. ચીન ટોપ-૧૦ સંક્રમિત દેશની યાદીમાંથી બહાર થઈ ગયું છે.

૧૨ દેશોમાં એક લાખથી વધુ કેસ

અમેરિકાઃ

કેસ- ૧,૬૪૫,૦૮૪,

મોત- ૯૭,૬૪૦

બ્રાઝીલઃ

કેસ- ૩૩૦,૮૯૦,

મોત- ૨૧,૦૪૮

રશિયાઃ

કેસ- ૩૨૬,૪૪૮,

મોત- ૩,૨૪૯

સ્પેનઃ

કેસ- ૨૮૧,૯૦૪,

મોત- ૨૮,૬૨૮

યૂકેઃ

કેસ- ૨૫૪,૧૯૫,

મોત- ૩૬,૩૯૩

ઈટલીઃ

કેસ- ૨૨૮,૬૫૮,

મોત- ૨૨૮,૬૫૮

ફ્રાંસઃ

કેસ- ૧૮૨,૨૧૯,  

મોત- ૨૮,૨૮૯

જર્મનીઃ

કેસ- ૧૭૯,૭૧૩,

મોત- ૮,૩૫૨

ટર્કીઃ

કેસ- ૧૫૪,૫૦૦,

મોત- ૪,૨૭૬

ઈરાનઃ

કેસ- ૧૩૧,૬૫૨, 

મોત- ૭,૩૦૦

(2:53 pm IST)