મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

તાલીબાનનો લીડર સિરાઝુદ્દીન હક્કાની કોરોના પોઝિટિવ

રાવલપિંડીની હોસ્પિટલમાં દાખલ : અનેક તાલિબાની કમાન્ડોના સંપર્કમાં આવતા અન્ય નેતા સંક્રમિત થવાની શકયતા

નવી દિલ્હી તા. ૨૩ :  સુરક્ષા એજેન્સીઓના રીપોર્ટના જણાવ્યા મુજબ, તાલિબાનના ઉપનેતા અને હક્કાની નેટવર્ક પ્રમુખ સિરાજુદ્દીન હક્કાની કોરોના પોઝિટિવ છે અને તેને રાવલપિંડીમાં પાકિસ્તાન મિલિટ્રી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સિરાજુદ્દીન હક્કાની કોરોના સંક્રમિત નોંધાયો છે. તેને હાલમાં અનેક તાલિબાનના કમાન્ડરો સાથે મુલાકાત કરી છે. અને માનવામાં આવી રહ્યું છે કે વાયરસથી વધુ તાલિબાની નેતા સંક્રમિત થવાના એંધાણ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, હક્કાની નેતવોર્કના પ્રમુખ અને તાલિબાનના ઉપ-નેતા સિરાજુદ્દીન હક્કાની કોરોના સંક્રમિત છે તેને હાલમાં જ અનેક તાલીબની કમાન્ડરોની સાથે મુલાકાત કરી હતી. જોકે તાલિબાનના અન્ય નેતાઓએ આ વાતનો ઇન્કાર કર્યો છે કે તેના ઉપનેતા કોરોના પોઝિટિવ છે.

તાલિબાનના પ્રવકતા જબિહુલ્લાહએ કહ્યું કે અફઘાનિસ્તાનના ઇસ્લામી અમીરાતના નેતા સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. તેઓએ ટ્વીટ કરીને કયુ કે અનેક સ્થળો પર આ પ્રકારના અહેવાલો મળી રહ્યા છે કે તાલિબાની નેતા સિરાજુદ્દીન હક્કાની સહિત અન્ય કોરોના પોઝિટિવ નોંધાયા છે.

(11:47 am IST)