મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

ઘરેથી કામ નહીં, ઓફિસ ખુલવાની રાહ જોઈ રહ્યા છે ભારતીયો, મહિલાઓનો વધ્યો બોજઃ સર્વે

૬.૧ ટકા ભારતીય માનસિક તાણનો શિકાર બની રહ્યા છે

નવી દિલ્હી, તા.૨૩: કોરોના વાયરસની મહામારીને કારણે દુનિયાના મોટાભાગના ેદેશોમાં લોકડાઉન છે. ભારતમાં લોકડાઉનને ૨ મહિના થવા આવ્યા છે. તેમાં લોકો ઘરમાંથી બહાર નીકળી નથી શકતા, નોકરિયાતથી લઈને વેપારીઓ સુધી તમામે આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, લોકડાઉનના ચોથા ચરણમાં મોટાભાગની છૂટછાટો મળી છે. પરંતુ જીવનને સંપૂર્ણરીતે પાટા પર લાવવામાં હજુ સમય લાગશે. એવામાં લોકો પર માનસિક તણાવ વધી રહ્યો છે. હાલમાં જ કરવામાં આવેલા એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, ૬.૧ ટકા ભારતીય માનસિક તાણનો શિકાર બની રહ્યા છે.

મિલેનિઅલ્સ ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જેન જી એટલે કે ૧૯૯૭થી ૨૦૨૦ના વચ્ચે જન્મેલા લોકો અને મિલેનિઅલ્સ એટલે કે ૧૯૮૧થી ૧૯૯૬ના વચ્ચે જન્મેલા ૬૦૦ લોકોને ઓનલાઈન સવાલો પૂછવામાં આવ્યા. એપ્રિલથી મેની વચ્ચે કરવામાં આવેલા આ સર્વેમાં સામે આવ્યું છે કે, ૨૭ ટકા જેન જી અને ૧૯ ટકા મિલેનિઅલ્સના માનસિક સ્વાસ્થ્ય પર લોકડાઉનની ખરાબ અસર પડી છે.

બેબી બૂમર્સ એટલે કે ૧૯૪૬થી ૧૯૬૪ના વચ્ચે જન્મેલા લોકો પર તેની સૌથી ઓછી અસર જોવા મળી રહી છે અને આ લોકો કોરોનાના સંકટને વધુ સારી રીતે હેન્ડલ કરી રહ્યા છે. સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે, લોકડાઉને પુરુષોની સરખામણીમાં મહિલાઓના જીવનને વધુ પ્રભાવિત કર્યું છે. લોકડાઉનને પગલે દ્યરોમાં નોકરો કામ નથી કરી રહ્યા. આ સાથે જ દ્યરમાં વધુ લોકો હોવાને કારણે મહિલાઓ પર કામનું પ્રેશર વધ્યું છે. આ જ કારણ છે કે, પુરુષોની સરખામણીમાં મહિલાઓ વધુ માનસિક તાણનો શિકાર બની રહી છે.

વર્ક ફ્રોમ હોમ પણ લોકો માટે મોટી મુશ્કેલી બનતું જઈ રહ્યું છે. જયાં મોટાભાગની કંપનીઓના ઘ્ચ્બ્ લોકડાઉન બાદ પણ પોતાના કર્મચારીઓને દ્યરેથી કામ કરાવવા અંગે વિચાર કરી રહ્યા છે, જયારે મોટાભાગના લોકો ઘરેથી કામ કરવાને યોગ્ય વિકલ્પ નથી માનતા. સર્વે અનુસાર, ૭૫ ટકા લોકોનું માનવું છે કે, ઘરેથી કામ કરવામાં તેમણે ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કરવા પડી રહ્યો છે અને તેઓ ફરી ઓફિસ જઈને કામ કરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

(11:45 am IST)