મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

અમેરીકામાં મૃત્યુઆંક ૧ લાખે પહોંચશે

રિસર્ચમાં દાવો... સોશ્યલ ડીસ્ટન્સીંગનું યોગ્ય પાલન નથી થયું : જો પ્રતિબંધો વ્હેલા લાગુ થયા હોત તો ૩૬૦૦૦ લોકો બચી જાત

વોશીંગ્ટન, તા., ૨૩: અમેરીકામાં કોરોનાનો કહેર કાળ બનીને ફરી વળ્યો છે. દુનિયાનું આ સુપરપાવર મહામારીનો સૌથી વધુ માર ખાનાર દેશ બની ગયો છે. અમેરીકામાં કોરોના સંક્રમીતોની સંખ્યા ૧૬,ર૦,૯૦ર થઇ છે તો મૃતકોનો આંકડો ૯૬૩પ૪ પહોંચી ગયો છે. અમેરીકન સરકારે કહયું કે કોરોના સંકટના લીધે છેલ્લા બે મહિનામાં લગભગ ૩.૯ કરોડ લોકો નોકરી ગુમાવી ચુકયા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહયું છે કે કોરોના મહામારીના કારણે દેશમાં ૯પ હજારથી વધારે લોકોના મોતના શોકમાં અમેરીકન રાષ્ટ્રી ધ્વજ ત્રણ દિવસ અડધો ઝુકેલો રહેશે.

અમેરીકામાં કોરોના સંક્રમીતોની રેકોર્ડ સંખ્યા મોત વચ્ચે એક રીપોર્ટમાં દાવો કરાયો છે કે જો આ અમેરીકામાં લોકડાઉન એક અઠવાડીયુ વહેલુ લગાવાયું હોત તો ૩૬ હજાર લોકોના જીવ બચી શકત.

દરમ્યાન લેટીન અમેરીકા અત્યારે કોરોના સંક્રમણનું નવું હબ બન્યું છે ત્યાં નવા કેસોની સંખ્યા સૌથી વધારે ઝડપે વધી રહી છે. બ્રાઝીલ, પેરૂ, મેકસીકો અને આર્જેન્ટીના જેવા દેશોમાં હાલત અત્યંત બદતર છે. દક્ષિણ અમેરીકામાં ર૪ કલાકમાં કોરોના ર૭પ૧૭ નવા કેસ આવ્યા છે. પેરૂમાં કુલ કેસ ૧ લાખથી વધારે થઇ ગયા છે. બ્રાઝીલ પછી બીજા નંબર પર છે. પેરૂમાં ૬ માર્ચે પહેલો કેસ અનવ્યાના રપ દિ પછી સંખ્યા ૧ હજાર થઇ પછી ૧૪ દિવસમાં તે ૧૦ હજાર થઇ ગઇ હતી ત્યાં મેડીકલ સુવિધાઓની ભારે અછત છે.

(11:44 am IST)