મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

પાકિસ્તાને એ વિમાન ચીન પાસેથી ઉછીનું મેળવેલ

વિમાનમાં ૧૦૮ મુસાફરો - એરહોસ્ટેસ - ચાલકો હતા : ૯૭ લાશ મળી : પત્રકાર સહિત ૨ આબાદ બચ્યા : ૪ મકાનો સંપૂર્ણ નાશ પામ્યા

કરાંચી : ગઈકાલે કરાંચી પાસે રહેણાંક મકાનો ઉપર પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સનું વિમાન તૂટી પડ્યુ તેની મૃત્યુ સંખ્યા ૯૭ પર પહોંચી છે. અત્યાર સુધીમાં એક પત્રકાર સહિત ૨ લોકો જીવતા બચ્યા છે.

પ્લેનમાં કેટલા યાત્રિકો હતા તે જાહેર થયુ નથી. મૃત્યુ પામનારામાં, જે મકાનો ઉપર વિમાન તૂટી પડ્યુ, તેમાં રહેનારા લોકો પણ સામેલ છે. વિમાનમાં ૯૯ મુસાફરો અને ૮ એરહોસ્ટેસ, વિમાન ચાલકો સહિતના લોકો હતા.

વિમાન તૂટવાથી ૩૦ મકાનોને નુકશાન છે. જેમાં ૪ મકાનો પૂર્ણ રીતે નાશ પામ્યા છે. સીસીટીવી ફૂટેજ શ્વાસ થંભાવી દે તેવા બહાર આવ્યા છે. જેમાં વિમાન કઈ રીતે કરાંચીના રહેણાંક વિસ્તારોમાં પડે છે અને જોરથી વિસ્ફોટ થાય છે તે દર્શાય છે.

આ એ ૩૨૦ એરબસ પાકિસ્તાને ચીન પાસે લીઝ ઉપર ઉછીનુ મેળવેલ હતું. જીન્નાહ એરપોર્ટ ઉપર લેન્ડ થતા પૂર્વે મિનિટો પહેલા તૂટી પડ્યુ હતું. પાયલોટે વિમાનના એન્જીનમાં ગરબડી હોવાનું છેલ્લા સંદેશમાં કહેલ.

(11:43 am IST)