મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

ક્રિકેટનાં બુકીઓ ફરી સક્રિયઃ સટ્ટાબજાર શરૂ

લોકડાઉનને કારણે બે મહિનાથી બંધ હતું : વીન્ડીઝમાં ટી-૧૦ ટુર્નામેન્ટના ભાવ ખુલ્યા

મુંબઇ તા.ર૩ : લોકડાઉનના કારણે ક્રિકેટનું સટ્ટાબજારમાં પણ છેલ્લા લગભગ અઢી મહિનાથી બંધ હતું. ગઇકાલે તે ફરીથી ચાલુ થઇ ગયું એક વિશ્વાસપાત્ર સુત્રએ જણાવ્યું કે શુક્રવારથી વેસ્ટ ઇન્ડીઝમાં ૧૦-૧૦ ઓવરની લોકલ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થઇ છે. આ ટુર્નામેન્ટ ૩૧ મે સુધી ચાલશે ભારતીય સમય અનુસાર રોજ સાંજે ૬ વાગ્યે રાત્રે ૮ અને ૧૦ વાગ્યે મેચ રમાશે એટલે કે રોજના ત્રણ મેચ રમાશે ત્યાંના સ્થાનિક ખેલાડીઓ જ તેમાં ભાગ લઇ શકશે. પણ મેદાનમાં દર્શકો નહીં હોય.

એક સુત્ર અનુસાર, સટોડીયાઓને જેવી આ ટુર્નામેન્ટની ખબર પડી તેમણે પોતાના પન્ટરો સુધી વોટસએપ અને અન્ય સંચાર માધ્યમો દ્વારા આની જાણ કરી દીધી ત્યાર પછી પન્ટરોએ ભાવ લગાડવાના શરૂ કરી દીધા છે. આ મેચોનું કોઇ લાઇવ પ્રસારણ નથી થતું પણ પન્ટરો અને સટોડીયાઓને તેન સ્કોર સતત પહોંચાડવામાં આવે છે.

(11:41 am IST)