મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

કોરોનાના ખતરા વચ્ચે

ટ્રમ્પે ચર્ચ - મંદિર ખોલવાના આદેશો આપ્યા

વોશિંગટન તા. ૨૩ : કોરોના વાયરસના સંકટ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ લોકડાઉનમાં છૂટછાટ આપવાના મૂડમાં છે. ટ્રમ્પે હવે રાજયોના ચર્ચને ખોલવા માટે કહ્યું છે. ટ્રમ્પે ચર્ચ અને મંદિરોને જરૂરી સ્થાનની કેટેગરીમાં રાખતા કહ્યું કે, આ જરૂરી સેવાઓમાં આવે છે, તેથી તેને ખોલવા જરૂરી છે. કોરોના મહામારીના કારણે અમેરિકામાં ચર્ચ સહિત તમામ પ્રાર્થના ઘરોને બંધ કરી દેવાયા હતા.

વ્હાઈટ હાઉસમાં મીડિયા સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું કે, 'મારા આદેશ પર સેન્ટ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અલગ-અલગ સમુદાયો માટે ગાઈડલાઈન જાહેર કરી રહ્યું છે.' ટ્રમ્પે કહ્યું કે, 'આજે હું પ્રાર્થનાઘરો, ચર્ચ, સિનગોગ અને મસ્જિદોને જરૂરી સ્થાનોની શ્રેણીમાં રાખી રહ્યો છું, કારણ કે તે જરૂરી સેવા પ્રદાન કરે છે.'

આ પહેલા અમેરિકી પ્રમુખે કહ્યું હતું કે, અમેરિકામાં કોરોનાની બીજી લહેરની સ્થિતિમાં પણ દેશમાં લોકડાઉન નહીં થાય. તેમણે કહ્યું હતું કે, સ્થાયી લોકડાઉન સ્વસ્થ રાજય અથવા સ્વસ્થ દેશ માટે એક રણનીતિ નથી. અમારો દેશ બંધ થવા માટે નથી. કયારેય ખતમ ન થનારા લોકડાઉનથી એક જાહેર આરોગ્ય આપત્ત્િ। આવી જશે.

ટ્રમ્પ દેશના કેટલાક મોટા વૈજ્ઞાનિકો અને ડોકટરની સલાહને ફગાવીને લોકડાઉન હટાવવા માગે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, લોકડાઉન ખોલવું ઉતાવળભર્યું રહેશે. તેનાથી કોરોનાના સંક્રમણને રોકવામાં તકલીફ થશે. તો બીજી તરફ ટ્રમ્પ સતત પોતાના દેશના ડોકટરો અને વૈજ્ઞાનિકો વિરુદ્ઘ બોલતા આવ્યા છે.

અમેરિકામાં અત્યારસુધીમાં ૧૫ લાખથી વધારે નાગરિકો કોરોનાની ચપેટમાં આવી ચૂકયા છે. દેશમાં સંક્રમણના કારણે ૯૦ હજારથી વધારે મોત થયા છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા પ્રમાણે, દેશમાં જૂનની શરૂઆત સુધીમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોનો આંકડો ૧ લાખ સુધી પહોંચી જશે.(૨૧.૧૨)

 

(11:08 am IST)