મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

કોરોના મુકત સિક્કિમમાં ૧૫ જૂનથી શાળા કોલેજ ખુલશે : ગાઈડલાઈન જાહેર

હાલમાં માત્ર નવથી બાર ધોરણ સુધીના વર્ગો અને કોલેજો શરૂ થશે

નવી દિલ્હીઃ સિક્કિમ સરકારે શરુઆતથી જ યોગ્ય પગલા અને અપનાવેલી રણનીતિને કારણે ચીન સરહદે આવેલું હોવા છતા કોરોનાને પ્રવેશવા દીધો નથી. જેથી આખા દેશમાં લોકડાઉનના કારણે શાળા કોલેજ બંધ છે, ત્યારે સિક્કિમમાં ૧૫ જૂનથી શાળા અને કોલેજ ખુલવા જઇ રહ્યા છે.

સિક્કિમના શિક્ષા મંત્રી કુંગા નીમા લેપચાએ જણાવ્યું કે સરકારે આ માટેના દિશા નિર્દેશ જાહેર કર્યા છે.

નર્સરીથી આઠમા ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળા ખુલશે નહીં. તેમને દ્યરેથી ઓનલાઅન કલાસ દ્વારા જ ભણાવવામાં આવશે.

સરકારે ગાઇડલાઇન બહાર પાડતા જણાવ્યું કે શાળાઓમાં દૈનિક પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવશે નહીં.

વાર્ષિક પરીક્ષાઓ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી સ્થગિત કરવામાં આવી છે.

ઉપરાંત હવેથી દર શનિવારે પણ શાળા ચાલુ જ રહેશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ અને અન્ય ગાઇડલાઇનું પાલન કરવું પડશે.

સિક્કિમ સરકારે જણાવ્યું કે શિક્ષણ ઘણુ મહત્વનું છે, પણ કોઇ પણ સંજોગોમાં લાંબી છેડછાડ ના કરી શકાય. દિવસમાં બે પાળીઓમાં શાળા અને કોલેજ શરુ થશે, જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શકાય.(૩૭.૫)

(10:50 am IST)