મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

શેર બજારમાં ચીનના રોકાણ ઉપર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં ભારત : કોવિદ-19 ને કારણે તળિયે ગયેલા શેરબજારનો લાભ લઇ કંપનીઓ ખંડી લેવાની ચીનની ચાલ સામે સરકાર સતર્ક

ન્યુદિલ્હી : થોડા સમય પહેલા ભારત સરકારે વિદેશી રોકાણો ઉપર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી હતી તેનો હવે નક્કર અમલ કરવાની તૈયારીઓ થઇ રહી છે.ખાસ કરીને ચીન તથા હોંગકોંગમાંથી આવતા રોકાણો ઉપર વિશેષ ધ્યાન આપવા સરકાર કટિબદ્ધ થઇ રહી હોવાનું જાણવા મળે છે.જેનો હેતુ વર્તમાન કોરોના વાઇરસના કહેરને કારણે શેર બજારમાં તળિયે ગયેલા જુદી જુદી કંપનીઓના ભાવોનો લાભ લઇ ચીન આ કંપનીઓમાં રોકાણ કરી તેને હસ્તગત કરી ન શકે તે જોવાનો છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ અમુક શરતોને આધીન રહીને ચીનની કંપનીઓને શેર બજારના લિસ્ટિંગમાંથી હટાવી દેવાનો પ્રસ્તાવ સેનેટમાં પસાર કરી દીધો છે.તેવા સંજોગોમાં ચીન ઉપર બીજો ફટકો પડે તેવી શક્યતા છે.જેનું અનુકરણ ભવિષ્યમાં બીજા દેશો પણ કરી શકે છે.

(8:40 am IST)