ટીવી એન્કરને ચૂંટણી જોશ ભારે પડ્યો : સન્ની લિયોને ટ્વીટ અર્બન ગોસ્વામીને કરી પૂછ્યું 'હું કેટલા વોટથી આગળ છું '
ગુરુદાસપુર સીટથી સની દેઓલ આગળ છે તેની જગ્યાએ મોઠામાંથી સન્ની લિયોન નીકળી ગયું
નવી દિલ્હી :લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થઇ રહ્યાં છે ત્યારે જીત અને જોશ નજરે પડી રહ્યાં છે તેવામાં એક ન્યૂઝ એન્કરને આ જોશ મોંઘો પડી ગયો.છે ટીવી એન્કર અર્નબ ગોસ્વામીએ અપડેટ આપતા સમયે એક ભૂલ કરી દીધી હતી. પંજાબની ગુરદાસ પુર સીટથી સની દેઓલ આગળ છે તેવો અપડેટ અપવાની જગ્યાએ તેનાં મોઢે સની લિયોન નીકળી ગયુ હતું. પછી સોશિયલ મીડિયા પર આ વીડિયો એટલો વાયરલ થયો કે સની લિયોને પણ આ ટ્વિટ દ્વારા મજાક કરી લીધી.. તેણે પણ ટ્વિટર પર સવાલ કરી દીધો. 'હું કેટલાં વોટથી આગળ ચાલી રહી છું.'
સનીની આ ટ્વિટ પર તેનાં ફોલોઅર્સ કમાલનાં જવાબ આપી રહ્યાં છે. એક યુઝરે લખ્યુ છે કે, આપ 135 કરોડ ભારતીયોનાં દિલથી આગળ ચાલી રહ્યાં છો. તો અન્ય એક યૂઝરે સનીની સેન્સ ઓફ હ્યૂમરનાં વખાણ કર્યા છે. એમ પણ સની રિઅલ લાઇફમાં પણ ઘણી મજાકીયા છે. શૂટિંગની વચ્ચે જ્યારે પણ સમય મળે છે તે ટીમ સાથે મસ્તી-મજાક કરતી રહે છે.