મુખ્ય સમાચાર
News of Thursday, 23rd May 2019

દેશભરમાં મોદીનો જાદુ ચાલ્યો પણ આંધ્ર, તામીલનાડુ અને કેરળમાં ન ચાલ્યો

નવી દિલ્હીઃ દેશભરમાં મોદીનો જાદુ ચાલી ગયો. ભાજપે સરકાર રચવા જેટલી તોતીંગ બેઠકો મેળવી લીધી. ત્રણ રાજ્યોને બાદ કરતા દેશભરમાં મોદીનો જાદુ ચાલ્યો. આંધ્ર, તામીલનાડુ અને કેરળમાં મોદીનો જાદુ બેઅસર. આંધ્રમાં બાજી જગનમોહન રેડ્ડીએ જીતી લીધી. જ્યારે તામીલનાડુમાં ડીએમકે એ વિજય વાવટો ફરકાવ્યો, જ્યારે કેરળમાં ભાજપને કોઈ ફાયદો ન થયો. કેરળમાં ભાજપ કાઠુ કાઢશે તેવી શંકા હતી પરંતુ ભાજપની મહેનત કામ ન આવી.

(4:23 pm IST)