મુખ્ય સમાચાર
News of Thursday, 23rd May 2019

સુપ્રીમ કોર્ટમાં ચાર નવા જજોની નિયુક્તિની કેન્દ્રની મંજૂરી

કેન્દ્ર સરકારે કૉલેજિયમની ભલામણોનો સ્વીકાર કરતા ચાર નવા જજોની નિયુક્તિની મંજૂરી આપી

નવી દિલ્હી :સુપ્રીમકોર્ટના ચાર નવા જજોની નિયુક્તિને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે કેન્દ્ર સરકારે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળા કૉલેજિયમની ભલામણોનો સ્વીકાર કર્યો હતો અને ચાર નવા જજોની નિયુક્તીને મજૂરી આપી હતી.

  દેશના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ પોતાના આઠ મહિના કાર્યકાળમાં સુપ્રીમ કોર્ટના 10 જજોને ગોપનીયતાના શપથ લેવડાવ્યા છે. અગાઉ કોઈ પણ સીજેઆઈએ આ કામ કર્યુ નથી. આ જ અઠવાડિયે નિયુકત થનારા ચાર નવા જજોની નિયુક્તી બાદ સુપ્રીમ કોર્ટમાં લાંબા સમય બાદ જજની સંખ્યા 31 થશે

  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ સૂર્ય કાંત, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ એએસ બોપન્નાની નિયુક્તીને મંજૂરી કરી દીધી છે. એવી અપેક્ષા છે કે ચાર જજ ગુરૂવારે અથવા શુક્રવારે પદ અથવા ગોપનીયતાના શપથ લેશે.

  સીજેઆઈ રંજન ગોગોઈએ 3જી ઑક્ટોબર 2018ના રોજ પદભાર સંભાળ્યો હતો. તેમની આગેવાનીમાં વર્ષ 2018માં કૉલેજિયમની આગવાનીમાં જજોની નિયુક્તીને મંજૂરી આપી દીધી છે. સરકારે 48 કલાકમાં જસ્ટિસ હેમંત ગુપ્તા, જસ્ટિસ સુભાષ રેડ્ડી, જસ્ટિસ એમ. આર. શાહ, જસ્ટિસ અજય રસ્તોગીની નિયુક્તીને મંજૂરી આપી છે

(12:00 am IST)