મુખ્ય સમાચાર
News of Wednesday, 23rd May 2018

પાકિસ્તાનના મંત્રીએ કહ્યું 'અમારી આર્થિક યોજનાની નકલ કરીને ભારત આગળ નીકળ્યું અમે પાછળ રહી ગયા

 

ભારતએ પાકિસ્તાનની આર્થિક અને સુધારાની યોજનાની નકલ કરી તેને સફળતાપૂર્વક કાર્યાન્વિત કરી જયારે પાકિસ્તાન રાજકીય અસ્થિરતાને કારણે મોટાપાયે તક ગુમાવી દીધી તેમ પાકિસ્તાનના યોજના અને વિકાસ મંત્રી અહેસાન ઇકબાલે કહ્યું હતું તેઓએ વધુમાં કહ્યું કે  90ના દાયકામાં તત્કાલીન ભારતના નાણામંત્રી મનમોહનસિંહે પોતાની પાકિસ્તાની સમકક્ષ સરતાજ અજીજથી આર્થિક સુધાર રણનીતિ ઉધાર લીધી અને તેને ભારતમાં લાગુ કરી હતી

(12:00 am IST)