મુખ્ય સમાચાર
News of Friday, 23rd April 2021

શહેરના હોમ આઇસોલેશન દર્દીઓને ઓકસીજન સિલીન્ડર શાપર-વેરાવળથી મળશે

કલેકટરે જયદીપ ગેસ એજન્સી-કેપ્ટન ગેટ ખાતે વ્યવસ્થા ગોઠવીઃ સંસ્થાઓ સાથે ઘર્ષણ નિવારવા નિર્ણયઃ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ જાહેરાત

રાજકોટ તા. ર૩ :.. રાજકોટમાં ઓકસીજનનો પ્રશ્ન ધડાધડ હલ કરી કલેકટરે એક અત્યંત મહત્વનો નિર્ણય હોમ આઇસોલેશન દર્દીઓને સરળતાથી ઓકસીજનનો બાટલો મળી રહે, રીફીલીંગ કરાવી શકે તે અંગે વ્યવસ્થા ગોઠવી તે અંગે જાહેરાત કરી છે.

કલેકટરે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં જીલ્લામાં નોવેલ કોરોના કેસોમાં વધારો થયો છે, આથી ઓકસીજનની માંગ વધી છે, વપરાશ વધ્યો છે., કોવીડ-૧૯ પોઝીટીવ દર્દીઓ કે જે હોમ આઇસોલેશન હેઠળ ઘરે સારવારમાં છે તેઓને ઓકસીજનના સીલીન્ડરની જરૂરીયાત ઉભી થાય ત્યારે તેઓને ઓકસીજન મળી રહે તે માટે ઓકસીઝન ઉત્પાદન કરતા યુનિટને સામાન્ય લોકો માટે   અનામત આપવી જરૂરી જણાય છે.

કલેકટરે જણાવેલ કે આથી ગુજરાત એપીડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭, ગુજરાત એપીડેમીક ડીસીઝ કોવીડ-૧૯, રેગ્યુલેશન્સ, ર૦૦ર ની કલમ-ર(ર), ૧૧(૭) તથા ૧ર તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ -ર૦૦પ ની કલમ ૩૪થી રાજકોટ શહેર-જીલ્લામાં ઓકસીજનના સીલીન્ડર હોમ આઇસોલેશનમાં રહેલ કોવીડ-૧૯ના પોઝીટીવ દર્દીઓને જરૂર પડયે જયદીપ ઓકસીજન એજન્સી કેપ્ટન ગેઇટ, શાપર - વેરાવળ ખાતેથી મેળવવા, અને ઉપરોકત યુનિટને ઓકસીજનનો જથ્થો હોમ આઇસોલેશનના દર્દીઓને આપવા આદેશો કર્યા છે, જેનો તાત્કાલીક અમલ કરવાનો રહેશે, અને હુકમનો ભંગ કરનાર સામે અતિ કડક પગલા લેવાશે તેમ કલેકટરે ઉમેર્યુ હતું.

(3:07 pm IST)