મુખ્ય સમાચાર
News of Friday, 23rd April 2021

દિલ્હીની જીટીબી હોસ્પિટલ બહાર ખુલ્લામાં સારવાર લેવા મજબુર છે દર્દીઓ : બેડ અને ઓકિસજનનું ભયાનક સંકટ

કોરોના વાયરસનું સંકટ દિવસેને દિવસે વિકરાળ બનતુ જાય છે. દિલ્હીમાં દર્દીઓની સ્થિતી કફોડી છે. દર્દીઓને બેડ અને ઓકિસજન માટે સંઘર્ષ કરવો પડી રહ્યા છે. દિલ્હીની જીટીબી હોસ્પિટલની હાલત એવી છે કે દર્દીઓને હોસ્પિટલની બહાર ઇલાજ કરાવવો પડી રહ્યો છે. હોસ્પિટલના સંકુલમાં લાંબી કતાર છે. જ્યાર પ્રાથમિક ઇલાજ કરાય છે. કારણ કે હોસ્પિટલમાં બેડની અછત છે. દિલ્હીમાં બેડ અને ઓકિસજનની ભારે અછત જોવા મળી રહી છે. કેટલીક હોસ્પિટલો પાસે અમુક કલાકોનો જ ઓકિસજન બચ્યો છે. જીટીબી હોસ્પિટલ બહાર એક મહિલા અને એક વૃધ્ધનું મોત થયું હતું મહિલાનું રાત્રે ૧૨:૨૫ કલાકે મોત થયું છે.

(12:08 pm IST)