મુખ્ય સમાચાર
News of Friday, 23rd April 2021

રામદેવજીનો પણ થઇ શકે છે ટેસ્ટ

પતંજલિમાં કોરોનાની એન્ટ્રી ? ૮૩ લોકો કોરોનાથી પોઝિટિવ

હરિદ્વાર તા. ૨૩ : ઉત્તરાખંડમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ વચ્ચે ખબર આવી છે કે બાબા રામદેવના હરિદ્વાર સ્થિત વિવિધ સંસ્થાઓમાં કોરોના સંક્રમણ ફેલાઈ ગયુ છે. અત્યાર સુધી વિભિન્ન સંસ્થોમાં કોરોના સંક્રમણના ૮૩ કેસ મળ્યા છે. જો કે દાવો કરવામાં આવી રહ્યો છે કે બાબા રામદેવની સંસ્થાઓમાં કોઈ પણ પોઝિટિવ કેસ નથી, કારણ કે બહાર બધાની ટેસ્ટિંગ કરવામાં આવે છે અને સંક્રમિત લોકોને અંદર એન્ટ્રી આપવામાં આવતી નથી.

જણાવવામાં આવી રહ્યું કે યોગગુરૂ બાબારામ દેવના પતંજલિમાં ૪૬, યોગગ્રામમાં ૨૮ અને આચાર્યકુલમમાં ૯ કોરોનાથી સંક્રમિત મળ્યાં છે. કોરોનાથી સંક્રમિત મળ્યા પછી ત્રણે સંસ્થાઓમાં કોન્ટેકટ ટ્રેસીંગનું કામ ચાલી રહ્યું છે. જરૂરત પડવા પર બાબા રામદેવની પણ કોરોનાની તપાસ કરવામાં આવી શકે છે.

હરિદ્વારના CMO બાબા રામદેવ પાસે તપાસ કરવા માટે આગ્રહ કરી શકે છે. બીજા બાજુ તિજારાવાલા (@tijarawala) ટ્વીટર હેન્ડલ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે મીડિયામાં ચાલી રહેલ બાબા રામદેવની સંસ્થામાં કોરોના સંક્રમણ ફેલાવાની ખબર ખોટી છે.

આ સંસ્થાઓમાં દર્દીઓની આવશ્યક કોરોના ટેસ્ટિંગ માટે સેન્ટર છે. જે લોકો કોરોનાથી પોઝિટિવ આવે છે, તેમને સંસ્થાનમાં પ્રવેશ આપવામાં આવતો નથી. યોગગ્રામ, નીરામયન, આચાર્યકુલમ, પતંજલિ વગેરે સંસ્થામાં કોઈ પોઝિટિવ નથી.

ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં કોરોના સંક્રમણને રોકવા માટે સરકાર તમામ પગલાં ભરી રહી છે. હવે સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ માટે ઉત્તરાખંડ પોલીસે ૩ ટિમો તૈયાર કરી છે, જે એમને ટ્રેસ કરી રહ્યા છે. એમનો ડેટા તૈયાર કરી સ્વાસ્થ્ય વિભાગને આપવામાં આવી રહ્યો છે. ત્યાં જ કુંભમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યાં જ સાધુ તેમજ પોલીસ કર્મીઓમાં કોરોના જોવા મળી રહ્યો છે.

(10:08 am IST)