મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd April 2019

ગૌમૂત્રથી કેન્સર મટી ગયુ : સાધ્વી પ્રજ્ઞાનો દાવો

ગૌમૂત્ર અને પંચગવ્યથી બનેલી ઔષધિઓના કારણે સ્વાસ્થ્ય સુધાર્યું

નવી દિલ્હી તા. ૨૩ : મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા સીટથી ભારતીય જનતા પક્ષની ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર રાજનીતિમાં એન્ટ્રીની સાથે સુર્ખીઓમાં આવી છે. આજે તેઓ તેમનું ઉમેદવાર પત્રક પણ ભરશે. પરંતુ ઉમેદવાર પત્રક ભર્યા પહેલા પ્રજ્ઞાનું આપેલું એક નિવેદન સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. સાધ્વી પ્રજ્ઞાએ ગાય અંગે મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ કહ્યું કે ગૌમૂત્રથી તેમના કેન્સરને મટાડી દીધૂ.

જોકે ચૂંટણી સમરમાં એક ઇન્ટરવ્યૂમાં સાધ્વી પ્રજ્ઞાએ વાત કરીને કહ્યું કે ગૌશાળામાં સૌથી સારી સાધના હોય છે. આ દરમિયાન તેઓએઙ્ગ ગૌમુત્રના કારણે તેમનું કેન્સર મટી ગયું. ઇન્ટરવ્યૂ દરમ્યાન તેઓએ જણાવ્યું કે હું કેન્સરની દર્દી હતી. ગૌમૂત્ર અને પંચગવ્યથી બનેલી ઔષધિઓના કારણે તેમનું કેન્સર મટી ગયું છે.

તેઓએ જણાવ્યું કે પંચગવ્યમાં ગોબર, દહીં, ગૌમૂત્ર સહિત ૫ વસ્તુઓ આવે છે. જેના કારણે શારીરિક બીમારી અને સ્વાસ્થ્ય સારૃં રહે છે. આ દરમિયાન તેઓએ જણાવ્યું કે કેવી રીતે ગાયની ઉપર હાથ ફેરવવાથી એક વ્યકિતનું બ્લડ પ્રેસર કંટ્રોલમાં રહે છે. સાધ્વીએ જણાવ્યું કે જો આપણે ગાયના મોંઢા બાજૂથી પીઠ તરફ હાથ ફેરવીએ છીએ તો એને અને આપણને બન્ને ને સુખ મળે છે. તેઓએ કહ્યું કે તેની પુષ્ટિ વૈજ્ઞાનિક પણ કરે છે.

(11:36 am IST)