મુખ્ય સમાચાર
News of Monday, 23rd April 2018

ઉન્નાવ દુષ્કર્મના આરોપી સેંગરના સમર્થનમાં આખા જિલ્લામાં ' ધારાસભ્ય નિર્દોષ છે ''ના બેનરો લઈને શાંતિ માર્ચ યોજાઈ

રાજકીય દ્વેષ અને પારિવારીક હેરાનગતી માટે ષડયંત્ર હેઠળ ધારાસભ્ય સેંગરને ફસાવવામાં આવ્યો

ઉન્નાવના દુષ્કર્મ કેસમાં આરોપી બાંગરમરૂના ધારાસભ્ય કુલદિપ સિંહ સેંગરના સમર્થનમાં આખા જિલ્લામાં શાંતિ માર્ચ યોજાઇ હતી લોકોએ સેંગરને નિર્દોષ ગણાવી રાજકીય દ્વેષ અને પારિવારીક હેરાનગતી માટેના ષડયંત્ર હેઠળ ધારાસભ્ય સેંગરને ફસાવવામાં આવ્યો હોવાનું કહ્યું હતું સોમવારે સેંગરના સમર્થનમાં જિલ્લાના અનેક વિસ્તારોમાં શાંતિ માર્ચ કાઢી હતી. આ માર્ચમાં પુરુષો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઇ હતી.

   બાંગરમરુ, સફિપુર, બિઘાપુર સહિતના વિસ્તારોમાં આ શાંતિ માર્ચ નીકળી હતી. લોકોના હાથમાં પોસ્ટરો હતો જેમાં લખ્યું હતું કે, અમારા ધારસભ્ય નિર્દોષ છે. બાંગરમરુમાં જિલ્લા પંચાયતના સભ્ય રાઘવેન્દ્ર સિંહના નેતૃત્વમાં ગંજ મૂરાબાદમાં એક સરઘસ નીકળ્યું હતું. લોકોનું કહેવું છે કે, ધારાસભ્ય નિર્દોષ છે. તેમની સામે રાજકીય ષડયંત્ર થઇ રહ્યું છે. લોકોએ સીબીઆઈ અને સરકાર પાસે સંપૂર્ણ કેસમાં નિષ્પક્ષ તપાસ કરવાની ન્યાયની અપીલ કરી છે.

   આ ઉપરાંત સફીપુરમાં પણ લોકો ધારાસભ્યના સમર્થનમાં રસ્તા ઉપર ઉતર્યા હતા. નગર પંચાયત અધ્યક્ષ અનુજ કુમાર દીક્ષિતના નેતૃત્વમાં અનેક જનપ્રતિનિધિઓ સહિત ક્ષેત્રીય લોકોમાં શાંતિ માર્ચમાં ભાગ લીધો હતો. શાંતિ માર્ચમાં હાજર લોકોનું કહેવું છે કે, આ પહેલા ધારાસભ્ય ઉપર આ પ્રકારનો કોઇ આરોપ લગાવવામાં આવ્યો નથી. આ ધારાસભ્ય વિરૂદ્ધ ષડયંત્ર છે જેની તપાસ થવી જોઇએ.

   અત્રે ઉલ્લેખનીય છે કે ઉલ્લેખનયી છે કે, સગીરા સાથે દુષ્કર્મ અને પછી તેના પિતાની હત્યાના આરોપીમાં ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર અને તેના ભાઇ અતુલ સિંહ, સહયોગી શશી સિંહ સહિતના અન્ય આરોપી જેલમાં છે. સીબીઆઈ પોતાની પ્રાથમિક તપાસ કરી લીધી છે. હવે ટૂંકસમયમાં કોર્ટમાં રજૂ કરશે.

(8:45 pm IST)