મુખ્ય સમાચાર
News of Thursday, 23rd March 2023

તનાવ ભર્યા યુગમાં વરદાનરૂપ વિશ્વવ્‍યાપી ઓશો સક્રિય ધ્‍યાન

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૫ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સક્રિય ધ્‍યાન વિશેના પ્રશ્નો અને ઓશોના જવાબ

પ્રશ્નઃ તમે વાત તો નિષ્‍ક્રીયતાની કરો છો...પરંતુ તમારા ધ્‍યાન સક્રિય છે એવુ કેમ?

એનુ કારણ છે, એની પાછળ તર્ક છે જો આ તમને પાગલપન દેખાય છે તો પણ આ પાગલપનની પાછળ એક રીત છે અને રીત એ છે કે, જ્‍યાં સુધી તમે પૂર્ણ રીતે સક્રિય ન થઈ જાવ, તમે પરમ નિષ્‍ક્રિયતાને ઉપલબ્‍ધ ન થઈ શકો.

જો તમે આખો દિવસ કઠીન પરિશ્રમ કર્યો છે તો સાંજે જ્‍યારે તમે ઘેર આવો છો, નિંદર તમને પહેલા ઘેરી વળે છે, તમે નિંદરની તરફ આગળ વધો છો. તમે નિંદરમા જવા માટે તૈયાર છો. નિર્ધન લોકો, ત્‍યાં સુધી કે ભીખારી પણ અનિંદ્રાની બિમારીથી દુઃખી નથી હોતો. આ ફકત ધનવાન લોકોની બીમારી છે. અનિંદ્રાની બીમારી એક ખૂબજ મોટી વિલાસિતા છે, જેને ભોગવવાની ક્ષમતા બધામા નથી. ફકત તે લોકો નથી સૂઈ શકતા જે આખો દિવસ આરામ કરે છે. જેઓએ દિવસમાં કોઈ કામ કર્યુ નથી. તેમનો તર્ક મૂઢતાપૂર્ણ છે પરંતુ છે તર્કસંગત. તેમનું વિચારવુ છે કે જ્‍યારે તે આખો દિવસ પોતાને નિંદર માટે પ્રશિક્ષણ આપતા રહે તો નિંદર સહેલાઈથી આવવી જોઈએ. તેઓ આરામ કરે છે, આખો દિવસ વિશ્રાંત રહે છે, રાત્રીની રાહમાં ઉંડી તૈયારી કરતા પરંતુ રાત્રીમાં તેઓ મેળવે છે કે તેઓ સૂઈ નથી શકતા. નિંદર અસંભવ થઈ ગઈ છે. જો આખો દિવસ તમે વિશ્રાંત રહો છો તો રાત્રીમાં કેવી રીતે સૂઈ શકો? જીવન બે ધ્રુવોની વચ્‍ચે વહે છે. એટલા માટે હું કહુ છું કે જો એકલા રહેવાનું ઈચ્‍છતા હો તો પ્રેમ કરો, જો પુરેપુરા, નિતાંત એકલા થવા ઈચ્‍છતા હો તો બીજામાં સમાઈ જાઓ. જો નિષ્‍ક્રીય થવા ઈચ્‍છતા હો તો સક્રિય થઈ જાઓ. વિપરીત ધ્રુવોથી ભયભીત ન થાવ. જીવન ધ્રુવોમાં જ ચાલે છે. એટલા માટે જીવન જીવન પણ છે, મૃત્‍યુ પણ મૃત્‍યુ એનો બીજો છેડો છે.

 પરમ નિષ્‍ક્રિયતાને ઉપલબ્‍ધ થઈ જાઓ. નિષ્‍ક્રીય થતા શીખો. હંમેશા કર્તા ન બનતા રહો, ક્‍યારેક ક્‍યારેક ચીજોને ઘટવા પણ દો. સાચુ તો આ છે કે, મહાન ચીજો ઘટે છે. કરવામાં નથી આવતી. પ્રેમ ઘટે છે, કોઈ પણ પ્રેમ કરી નથી શકતા. જો કોઈ તમને આજ્ઞા આપે. જેમ કે એડાલ્‍ફ હિટલર પણ તમને આજ્ઞા આપે કે જાઓ અને પ્રેમ કરો, તો તમે શું કરશો? આ અસંભવ છે. મારા જોવા મુજબ લોકો વગર વિચાર્યે ખરેખર પ્રેમમાં પડે પ્રેમ કરવા લાગે છે તે એને બહારથી જોવાનો પ્રારંભ કરી દે છે. એક પ્રકારનું સાક્ષિત્‍વ ઘટવા લાગે છે. વિશેષતઃ વેશ્‍યાઓ સાક્ષી થઈ જાય છે કેમ કે તેઓ વ્‍યકિતને પ્રેમ તો કરતી નથી, એટલા માટે લિપ્ત નથી હોતી. ખાલી તેમનુ શરીર ક્રિડા કરે છે, પ્રેમનું ખાલી પ્રદર્શન અને તેઓ હંમેશા બહાર રહે છે. પુરી ક્રિડા ચાલી રહી હોય છે પરંતુ તે બહાર રહે છે. તે સહેલાઈથી દ્રષ્‍ટા થઈ જાય છે. પ્રેમી વેશ્‍યાઓ સાથે ક્‍યારેય સામનો કરી શકતા નથી કારણ કે તે લિપ્ત થઈ જાય છે, તે સ્‍વયંને ભૂલી જાય છે. યાદ રાખો કે બન્ને ધ્રુવોમાં વિચરવાનુ છે અને જો તમે ખરેખર સજગ થવા ઈચ્‍છતા હો તો. હું તમને ક્‍યારેક કયારેક પોતાને પુરી રીતે ભૂલી જવાનો આદેશ આપું. એટલી સમગ્રતાથી અલિપ્‍ત થઈ જાઓ કે માનો તમે હાજર હો નહી અને જ્‍યારે અકસ્‍માતે તમે પાસા આવો તો તમે સંપૂર્ણતાથી હાજર હો છો. ભૂલતા, સ્‍મરણ કરતા, જીવતા, મરતા, જાગતા, સુતા, પ્રેમ કરતા, ધ્‍યાન કરતા બે છેડા પર વિચારો, વિપરીતનો ઉપયોગ કરો, ગાડીના બે પૈડાની જેમ થઈ જાઓ અથવા પક્ષીની બે પાંખોની જેમ. એક જ છેડા પર ન રહો નહીં તો સંવેદન શૂન્‍ય થઈ જાશો.

 પરમ નિષ્‍ક્રીયતાને ઉપલબ્‍ધ થઈ જાઓ અને કાયમ સ્‍મરણ રહે કે જે પણ સુંદર છે તે સ્‍વયં ઘટે છે પ્રેમ સ્‍વયં ઘટે છે, તમે એને કરી નથી શકતા, ધ્‍યાન ઘટે છે, તમે એને કરી ન શકો, વિશ્રાંતિ ઘટે છે, તમે તેને લાવી શકતા નથી. સાચુ તો એ છે કે જીવન તમને ઘટે છે તમે એના વિશે કાંઈ કર્યુ નથી અને મૃત્‍યુ પણ ઘટશે. તમે એના વિશે કાંઈ કરી શકો નહિ. તે બધુ જે સુંદર છે, ગહન છે, ગહેરૂ છે, ઘટે છે. મનુષ્‍ય ફકત નકામી વાતો કરી શકે છે.

તમે શ્વાસ પણ લઈ નથી શકતા. તે પણ સ્‍વયં ઘટે છે, ઘટના જગતની સમસ્‍વર થઈ જાઓ. જો તમે મને પૂછો તો ભૌતિક જગત ક્રિયાનું જગત છે અને આધ્‍યાત્‍મિક જગત ઘટનાઓનું. કૃત્‍ય કરો પણ પછી તમે ફકત વસ્‍તુઓને મેળવશો. બસ હોઓ અને ઘટનાઓને ઘટવા દો તો તમે અસ્‍તિત્‍વના કેન્‍દ્રને મેળવી શકશો. પરમાત્‍મા પ્રયત્‍નથી મેળવી શકાતા નથી, પરમાત્‍મા ઘટે છે. તમારે તેમને તેમને ઘટવા દેવાના છે. તમે તેમની સાથે આક્રમણ નથી કરી શકતા, તમે તેમની સાથે હિંસા નથી કરી શકતા - સંપૂર્ણ ક્રિયા હિંસા છે - તમે ફકત તેને ઘટવા દઈ શકો છો.

સંકલન : સ્‍વામ સત્‍યપ્રકાશ-

૯૪ર૭ર પ૪ર૭૬

આજના મનુષ્‍યના ચિતની અવસ્‍થા જોઇને ઓશે કહે છે. ‘‘મનુષ્‍ય વિક્ષિપ્‍ત છે, એવું નથી કે થોડાક લોકો વિક્ષિપ્‍ત છે, આખી  મનુષ્‍યતાજ વિક્ષિપ્‍ત છે દરેક મનુષ્‍યની વિક્ષિપ્‍તતા સામાન્‍ય સ્‍થિતિ થઇ ગઇ છે એવું કેમ?

આપણે બધાને દમિત' બનાવી દિધા છે બધાજ રીતની વાતોને અંદર ધકેલીને તે અંદર-અંદર ખુલી રહી છે . તે બધાને જે આપણા સમાજમાં ઉછરીને આગળ વધ્‍યા છે.'

તમે ક્રોધ, કામ, હિંસા, લોભ બધુજ ભેગુ કરી લીધું છે હવે તે ભેગુ કરેલું તમારી અંદર વિક્ષિપ્‍તા બની ગયું છે.

મિના મોટાભાગના મનૌ ચિકિત્‍સકોના મત અનુસાર આજની વિક્ષિપ્‍ત મનુષ્‍યતા માટે, ચિંતાથી મુકત કરવા માટે ‘‘સક્રિય ધ્‍યાન'' ખરેખર ઉપાય સાબિત થઇ રહ્યું છે.

સક્રિય ધ્‍યાન અત્‍યારના મનુષ્‍ય માટે છે. કારણ કે તે વિક્ષિપ્‍ત છે. મુશ્‍કેલીમાં છે. બેચેન છે, ચિંતામાં છે.

 

 

(10:51 am IST)