મુખ્ય સમાચાર
News of Saturday, 23rd March 2019

લોકસભા ચૂંટણી માટે ભાજપની ચોથી યાદી જાહેર : તેલંગાણાની છ સીટ સહીત 11 ઉમેદવારોની જાહેરાત

કૈરાનાથી પ્રદીપ ચૌધરીને ટિકિટ: નગીના સીટ પર ડૉક્ટર યશવંત અને બુલંદશહર બેઠક પર ભોલાસિંહને મેદાનમાં ઉતાર્યા

નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપે 11 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. અગાઉ ભાજપે 36 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી હતી.

  તેલંગાણાની 6 સીટ માટે ભાજપે પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. જ્યારે કેરળની એક સીટ પથાનમથિટ્ટાથી એસ કુમારને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે પશ્ચિમ બંગાળની એક સીટ જંગીપુરથી મફૂઝા ખાતૂનને પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા છે. 11 ઉમેદવારોની આ યાદીમાં ઉત્તર પ્રદેશની ત્રણ સીટ માટે પણ ઉમેદવારોના નામનું એલાન કર્યું છે.

   ભાજપે ઉત્તર પ્રદેશની કૈરાના, નગીના અને બુલંદશહર લોકસભા સીટ માટે ઉમેદવારોનું નામ એલાન કરી દીધું છે. કૈરાના પેટા ચૂંટણી મેંમૃગાંકા સિંહ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી જેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. મૃગાંકા સિંહ દિવંગત ભાજપી નેતા હુકમ સિંહની દીકરી છે. પાર્ટીએ લોકસભા ચૂંટણી 2019 માટે પ્રદીપ ચૌધરીને ટિકિટ આપી છે. આ ઉપરાંત પાર્ટીએ નગીના સીટ પર ડૉક્ટર યશવંતને ઉતાર્યા છે. જ્યારે બુલંદશહર લોકસભા સીટથી ભોલા સિંહને ટિકિટ આપી છે.

(7:01 pm IST)