મુખ્ય સમાચાર
News of Saturday, 23rd March 2019

વારાણસીમાં મોદી સામે તોગડિયાની ટક્કર?

ગુજરાતના એક સમયના બે સાથીઓ યુપીમાં સામેસામે જંગ માંડે તેવી શકયતા

પાટણ તા.૨૩: ઠાકોર સમાજના મતોથી પ્રભુત્વ ધરાવતી આ લોકસભાની બેઠક ઉપર ઉમેદવાર નક્કી કરવા જે જીતી શકે તેવા ઉમેદવારને દિલ્હી બોલાવી મનાવવા મોવળી મંડળ પ્રયાસ કરી રહયો છે. પણ આવા ઉમેદવાર ચૂંટણી લડવા તૈયાર નથી. ભાજપ માંથી કેબીનેટ મંત્રી દિલીપભાઇ ઠાકોરને આ બેઠક લડવા સમજાવવા ખુબ જ પ્રયત્નો થઇ રહયા છે. પણ તેમની અનીચ્છાએ બીજા ઉમેદવારને મુકી ભાજપ આ બેઠકનું જોખમ ખેડવા માંગતું નથી. ત્યારે મહેસાણાના પૂર્વ સાંસદ નટુજી ઠાકોર મહેસાણાના જુગલ ઠાકોર, પૂર્વ ધારાસભ્યશ્રી ભાવસિંહ ઠાકોર, ખેરાલુ ના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય ભરતજી ડાભી વિ. ઉમેદવારોની ઉમેદવારી કરવા લાંબી લાઇન લાગી છે. ત્યારે જીતતો ઉમેદવાર અને પ્રજાની પસંદગીનો ઉમેદવાર દાવેદારી કરવાની જ ના પાડે છે. જે બાબતે આજે પણ ભાજપ મુંઝવણ અનુભવી રહયું છે.

કોંગ્રેસમાં પણ દાવેદારોની લાંબી લાઇન લાગી છે. પણ જીતે તેવા લોકપ્રિય ઉમેદવાર જગદીશ ઠાકોરની  ઉમેદવારની જાહેરાત પણ થઇ ગઇ તેમને મનાવી લેવામાં આવ્યા પણ ફરી બે ઉમેદવારોના નામ પક્ષ પાસે છે તેમાં જગદીશ ઠાકરોને કોંગ્રેસ જીતના ઉમેદવાર માને છે પણ દિવસે દિવસે તેમની ઉમેદવારી સામે કોકડું ગુંચવાતું જાય છે ત્યારે આજે એક નવું નામ ચર્ચામાં આવ્યું છે. જે સિદ્ધ..પુર...ના ધારાસભ્ય ચંદનજી ઠાકોરનું છે. જે જગદીશઠાકોરના ચેલા ગણાય છે. પણ રાજકારણમાં ચેલો ગુરૂ કરતા સવાયો થતો જણાઇ રહયો છે.

(3:20 pm IST)