મુખ્ય સમાચાર
News of Saturday, 23rd March 2019

નિકાસકારોને મોટી રાહત : સરકારે વિવિધ નિકાસ સ્કીમ્સ હેઠળ IGST અને સેસની મુકિત માર્ચ ૨૦૨૦ સુધી વિસ્તારી

નવી દિલ્હી તા ૨૩ :  સરકારે વિવિધ એકસપોર્ટ પ્રમોશન યોજનાઓ હેઠળ માલ પ્રાપ્ત કરવા ઇન્ટિગ્રેટેડ ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (IGST) અને કોમ્પેન્સેશન સેસમાંથી મુકિત માર્ચ ૨૦૨૦ સુધી વિસ્તારીને નિકાસકારોનેમોટી રાહત આપી છે.

આ મુકિત સ્થાનીક બજારમાંથી લાગતોની ખરીદી કરતા અથવા નિકાસ માટે એકસપોર્ટ ઓરિન્ટેડ યુનિટ (EOU) સ્કીમ એકસપોર્ટ પ્રમોશન કેપિટલ ગુડસ (EPCG) સ્કીમ અને એડવાન્સ ઓથોરાઇઝેશન હેઠળ નિકાસના હેતુસર આયાત કરતા નિકાસકારોને માટે વિસ્તારવામાં આવી છે. EPCG એવી સ્કીમ છે, જેમાં ટેકનોલોજી અપગ્રેડ કરવા માટે ચોક્કસ રકમની કેપિટલ ગુડસની આયાત વિના જકાતે કરવા દેવાની છુટ આપવામાં આવે છે.

બીજી તરફ એડવાન્સ ઓથોરાઇઝેશન હેઠળ નિકાસ પ્રોડકટમાં વપરાતી લાગતોની ડયુટી-ફ્રી આયાત કરવા દેવાની છુટ આપવામાં આવે છે.

આ પગલાનો હેતું નિકાસકારોને રાહત આપવાનો છે. જેથી તેમણે પ્રાશંચિક તબક્કે EPCG ની ચુકવણી કરવી ન પડે. GST વેરામાળખામાં તેમણે પ્રથમ ઇન્ડાયરેકટ ટેકસ ચુકવવો પડે છે અને પછી એનું રિફંડ પ્રાપ્ત કરવાનું હોય છે, જે જટિલ પ્રક્રિયા છે.

ડિરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ એક નોટીફીકેશનમાં જણાવ્યું છે કે ફોરેન ટ્રેડ પોલિસિ ૨૦૧૫-૨૦ની ઇન્ટિગ્રેડ GST અને કોમ્પેન્સેશન સેસની મુકિત ઓથોરાઇઝેશન સ્કીમ, EOU  અને EPCGસ્કીમ હેઠળ ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી વિસ્તારવામાં આવી છે.

(11:34 am IST)