મુખ્ય સમાચાર
News of Saturday, 23rd March 2019

હરિયાણામાં બોરવેલમાં ફસાયેલ દોઢ વર્ષના બાળકને 2 દિવસ બાદ હેમખેમ બહાર કઢાયો

હિસારના બાલસમંદ ગામમાં 70 ફૂટ બોરવેલમાંથી બાળકને સુરક્ષિત બચાવી લેવાયો

 

નવી દિલ્હી : હરિયાણાના હિસાર જિલ્લાના બાલસમંદ ગામમાં 70 ફુટ ઊંડા સાંકડા બોરવેલમાંથી દોઢ વર્ષના બાળકને રાહત કર્મચારીઓએ હેમખેમ બહાર કાઢ્યો છે બાળક બુધવારે બોરવેલમાં પડી ગયો હતો.

  ઘટનાની જાણ થતા રાહત કર્મચારીઓ તેને કાઢવા માટે સતત પ્રયાસો કર્યા હતા બોરવેલથી બાળક નિકળ્યા બાદ બોરવેલની સમાંતર કુવો ખોદવામાં આવ્યો હતો

     એએનઆઇ  મુજબ શુક્રવારે સાંજે બચાવ અભિયાનની ટીમે બાળકોને સુરક્ષીત બહાર કાઢી લેવામાં આવ્યા છે

  . અત્રે ઉલ્લેખનીય છે કે, મજદુરનો પુત્ર નદીમ ખાન બુધવારે બોરવેલમાં પડી ગયો હતો. તે મજુરનો સૌથી નાનો પુત્ર છે. અંગે હિસારનાં ડીએસપી જોગિંદર સિંહે કહ્યું કે, વ્યાપક સ્તર પર ચલાવાયેલા બચાવ અભિયાન બાદ બોરવેલથી કાઢવામાં આવ્યો. બાળક સ્વસ્થ પ્રતીત થઇ રહ્યો છે. ઘટના સ્થળ પર હાજર એમ્બ્યુલેન્સ તેને તુરંત હોસ્પિટલ લઇ ગઇ. જ્યાં ડોક્ટર તેની ડોક્ટરી તપાસ કરશે

 

(12:00 am IST)