મુખ્ય સમાચાર
News of Friday, 22nd March 2019

છેલ્લા 17 મહિનામાં 76 લાખ લોકોને મળી રોજગારી:EPFOના રિપોર્ટમાં દાવો ;જાન્યુઆરીમાં સૌથી વધુ નોકરી

નવી દિલ્હી :છેલ્લા 17 મહિનામાં દેશના લગભગ 76 લાખ લોકોને રોજગારી મળી છે. જ્યારે જાન્યુઆરીમાં ગત વર્ષના મુકાબલે 131 ટકા વધારો જોવા મળ્યો છે. કર્મચારી ભવિષ્ય નીધિ સંગઠન (ઈપીએફઓ) તરફથી જાહેર થયેલા આંકડા મુજબ છેલ્લા 17 મહિનામાં સૌથી વધારે નોકરીઓ લોકોને આ વર્ષના જાન્યુઆરી મહિનામાં મળી છે

  ઈપીએફઓ સપ્ટેમ્બર 2017થી તેવા લોકોનો ડેટા જાહેર કરી રહ્યું છે, જેમના નામ તેમના ત્યાં જોડાયા છે. ગત વર્ષે જાન્યુઆરીમાં લગભગ 3.87 લાખ નવા અંશધારક ઈપીએફઓ સાથે જોડાયા. જ્યારે સપ્ટેમ્બર 2017માં 2,07,609 લોકો નોકરીમાં જોડાયા. આ માત્ર સંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનો આંકડો છે

(1:43 am IST)