મુખ્ય સમાચાર
News of Friday, 23rd March 2018

સાત વર્ષનો અર્પિત મંડલ બન્યો મુલુંડ પોલીસ ઇન્સ્પેકટર માસુમ બાળકની ઈચ્છા પૂર્ણ કરતા મુંબઈ પોલીસની પ્રસંશા

કેન્સર સામે જંગ લડતા અર્પિતનું સ્વપ્નું પૂરું થયું :અનોખા નિર્ણયની તસ્વીર શેર કરાઈ

મુંબઈ :મુંબઈ પોલીસના અનોખા નિર્ણયની ફરીએક વાર પ્રસંશા થઇ રહી છે આ વખતે એક માસૂમ બાળકની ઈચ્છા પુરી કરતા મુંબઈ પોલીસે તેને એક દિવસ માટે મુલુંડ પોલીસ સ્ટેશન સંભાળવા માટે આપી દીધું. પોલીસના આ અનોખા નિર્ણયની ટ્વિટર પર ખૂબ પ્રશંસા થઈ રહી છે.

સાત વર્ષનો અર્પિત મંડલ કેન્સર સામે જંગ લડી રહ્યો છે. તેનું સપનું છે કે તે એત દિવસ પોલીસ ઈન્સ્પેક્ટર બને. પોલીસે તેનું સપનું પુરું કરતા તને પોલીસનો ડ્રેસ પહેરાવ્યો અને ખુર્શી પર બેસાડ્યો. મુલુંડ પોલીસ સ્ટેશન એત દિવસ માટે તેને સંભાળવા માટે આપી દેવામાં આવ્યું.

મુંબઈ પોલીસની સોશિયલ મીડિયા ટીમે ‘ઈન્સ્પેક્ટર મંડળ’ની આ તસવીરો ટ્વિટર પર શેર કરી. તસવીરોમાં અર્પિત ખુશ થઈને ચેર પર બેઠો છે. પોલીસ તેને કેક ખવડાવતી પણ દેખાય છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે જો મુંબઈ પોલીસના હાથમાં હોત તો તેઓ અર્પિતની બધી જ ઈચ્છાઓ પુરી કરેત. ટ્વિટર પર લોકોએ મુંબઈ પોલીસના આ કામની ખૂબ પ્રશંસા કરી છે.

જણાવી દઈએ કે આવું પહેલીવાર નથી થયું જ્યારે મુંબઈ પોલીસે આવું કઈ કર્યું છે. પાછલા વર્ષે ઓક્ટોબરમાં સાકીનાકા પોલીસ સ્ટેશને એક ફરિયાદકર્તાના જન્મદિવસ પર સરપ્રાઈઝ પાર્ટી આપી હતી.

(1:29 am IST)