News of Friday, 23rd March 2018
હવે આઈડીબીઆઈ બેંકમાં 445 કરોડનું કૌભાંડ :પૂર્વ જનરલ મેનેજર સહીત 30 લોકો સામે સીબીઆઈએ કેસ દાખલ કર્યો
2009થી 2012 દરમિયાન 21 એગ્રિગેટર જૂથોના 220 લોકોએ રૂ. 192.98 કરોડનો લોન લીધી બાદમાં એનપીએ થઇ ગયા
નવી દિલ્હી ;એક પછી એક બેંકોના કૌભાંડો બહાર આવવા લાગ્યા છે ત્યારે હવે સેન્ટ્રલ ઈન્વેસ્ટીગેશન બ્યૂરો ( CBI)એ IDBI બેન્કના પૂર્વ જનરલ મેનેજર બટ્ટૂ રામા રાવ અને 30 અન્ય લોકો વિરુદ્ધ કથિત રૂપે બેન્ક સાથે 445.32 કરોડ રૂપિયાના કૌભાંડનો મામલો દાખલ કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે આ મામલામાં ખોટા દસ્તાવેજોના આધારે કિસાન ક્રેડિટ કાર્ડ અને મત્સ્ય ફાર્મિંગ લોન હસ્તગત કરવામાં આવી હતી.
(11:33 pm IST)